For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્લ્ડ મેદસ્વીતા દિવસ: સ્વાસ્થ્ય માટે ખતરો છે મેદસ્વીપણું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પિંટ્ર અને ઇલેક્ટ્રોનિકમીડિયા બંનેમાં 'વજન ઘટાડો' સલાહ આપનાર જાહેરાત સૌથી સામાન્ય જાહેરાત છે. આ જાહેરાત જાદૂઇ રીતે મેદસ્વીપણાને ઓછું કરવાનો વાયદો કરે છે. જો કે ડોક્ટરી-શાસ્ત્ર આ પ્રકારના દાવા પર સંહેદ વ્યક્ત કરે છે. ડૉક્ટરો કહે છે કે આજકાલ મેદસ્વીપણાની સમસ્યા ઝડપથી વધી રહી છે અને અન્ય સ્વાસ્થ્ય જટીલતાઓને વધારે છે.

કેન્સર વિભાગ અને બી.એલ. કપૂર હોસ્પિટલમાં બેરિએટ્રિક સર્જરીના નિર્દેશક દીપ ગોયલે આઇએએનએસને જણાવ્યું હતું કે 'પ્રાકૃતિક રીતે વજન ઘટાડવાના કેટલાક કાર્યક્રમોને છોડી દઇએ તો મોટાભાગના વજન ઘટાડવાના કાર્યક્રમ સંપૂર્ણ રીતે અપ્રભાવી છે.'

જે દેશમાં મેદસ્વીપણું એક મોટો મુદ્દો છે અને હદય રોગ, કીડનીની સમસ્યા, હાઇબ્લડ પ્રેશર, ડાયાબિટીસ તથા કેન્સરને આમંત્રણ આપે છે, તો બીજી તરફ વજન ઘટાડવના કાર્યક્રમ લોકોને આકર્ષી રહ્યાં છે.

health

ગોયલે કહ્યું હતું કે 'પરંતુ સચ્ચાઇ એ છે કે મોટાભાગની જાહેરાત ખોટી માન્યતાઓને જન્મ આપે છે. ઉદાહરણ માટે લિપોસક્શન વજન ઓછું કરવાની પ્રક્રિયા નથી, પરંતુ નિખારવાની પ્રક્રિયા છે. તેનો અર્થ તમે એક-એક ઇંચ ચરબી ઘટાડો છો, પરિણામે 36 ઇંચથી ઘટીને 34 ઇંચ સુધી પહોંચી જાવ છો.'

મેક્સ સંસ્થાના મિનિમલ એક્સેસના વરિષ્ઠ સલાહકાર સુમિત શાહે આ સાથે સહમત છે. તેમને કહ્યું હતું કે 'જ્યાં સુધી પોષણ વિશેષજ્ઞની દેખરેખમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યાયામ ન કરવામાં આવે ત્યાં સુધી સારું પરિણામ ન મળી શકે.

શાહે આઇએએનએસને જણાવ્યું હતું કે 'ગંભીર મુદ્દે જ્યારે બૉડી માસ ઇંડેક્સ 40 ટકાથી વધુ હોય, ત્યારે સર્જરીની જરૂર પડે છે. દિલ્હી નિવાસી બાળરોગ વિશેષજ્ઞ સરીતા શાહે કહ્યું હતું કે 'બાળ મોટાપો પ્રકૃતિની સૌથી મોટી બિમારી છે, જો કે એક ગેર સંચારી રોગ છે.'

ડબ્લ્યૂએચઓ અનુસાર કેન્સરના ચાર નિરોધ્ય કારણોમાંથી મેદસ્વીપણું એક મોટું કારણ છે. વિશ્વમાં દર વર્ષે 28 લાખ લોકોના મોત વજન વધવાના કારણે અથવા મેદસ્વીપણાના કારણે થઇ છે. આ સ્વાસ્થ્ય સાથે જોડાયેલ એક ગંભીર વિષય છે.

English summary
One of the most common advertisements in both the print and electronic media is that of weight loss programmes that promise magical transformation from a fat to a fit figure. Doctors, however, express doubt over the efficacy of such programmes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X