• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગળાના કફને દૂર કરવા અપનાવો આ આયુર્વેદિક ઉપાયો

|
Google Oneindia Gujarati News

બદલાતી મોસમમાં, આ સમયે લગભગ દરેક જણ વાયરલ તાવથી પરેશાન છે. શરીરની નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે આપણને ફ્લૂ, શરદી, ઉધરસ, ગળામાં દુ:ખાવો, શરદી, નાક વહેવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શું તમે ગળાના દુ:ખાવાથી પરેશાન છો?

શું તમે ગળાના દુ:ખાવાથી પરેશાન છો?

ગળામાં દુ:ખાવો એ એક એવું લક્ષણ છે, જે વાયરલ ફીવરના કોરોના દર્દીઓમાં પણ જોવા મળ્યું છે. જો તમે પણ ગળાના દુ:ખાવાથી પરેશાન છો, તો તમે કેટલાક આયુર્વેદિક ઉપાયો અપનાવી શકો છો. આમાં એન્ટિબાયોટિક ગુણો જોવા મળે છે, જે ગળામાં રહેલા કફને બહારફેંકી દે છે.

તુલસી અને આદુ

તુલસી અને આદુ

સૌથી પહેલા તુલસીના 4-5 પાનને સારી રીતે ધોઈ લો અને પછી તેને પાણીમાં નાખીને ઉકાળો. સારી રીતે ઉકાળ્યા બાદ તુલસીના પાણીનેગાળીને પી લો. આ સિવાય તમે ગરમ દૂધમાં સૂકા આદુ (સુંઠ) નો પાવડર નાખીને સૂતી વખતે પી શકો છો. તેનાથી તમારા ગળાને આરામમળશે.

આદુ

આદુ

ચા બનાવતી વખતે તેમાં થોડું વધુ આદુ ઉમેરીને બરાબર ઉકાળો. આને પીવાથી ગળાની સાથે પેટના સોજામાં પણ આરામ મળશે.

તજ

તજ

એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી તજ પાવડર નાખીને 5 મિનિટ ઉકાળો. ત્યાર બાદ તેને ગાળી લો અને ઠંડુ થવા દો. પછી તેમાં થોડું મધઅને લીંબુનો રસ મિક્સ કરીને પીવો.

મેથી

મેથી

એક ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી નાખીને 5 મિનિટ સુધી ઉકાળો. પછી તેને ગાળીને પી લો. ખાંસી, મ્યુકસ, ગળામાં ખરાશ જેવી સમસ્યાઓમાટે તે ઉત્તમ ઉપચાર છે.

મીઠું

મીઠું

ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું નાખી ગાર્ગલ (કોગળા) કરો. તેનાથી ગળાના દુઃખાવામાં રાહત મળે છે, પરંતુ ધ્યાનમાં રાખો કે, 6વર્ષથી ઓછા સગીર બાળકોને ગાર્ગલ (કોગળા) કરવાની મંજૂરી આપશો નહીં.

હળદર

હળદર

હળદરનો ઉપયોગ પરંપરાગત રીતે ખાંસી સહિતની ઘણી બીમારીઓ માટે કરવામાં આવે છે. ગરમ હળદરવાળી ચા અથવા હૂંફાળું દૂધપીવો. ટેસ્ટ માટે, તમે તેમાં એક ચપટી કાળા મરી અને થોડું મધ ઉમેરી શકો છો.

પ્રવાહી પદાર્થ

પ્રવાહી પદાર્થ

ગળાના દુઃખાવાને સરળ બનાવવાની એક શ્રેષ્ઠ રીત છે, પુષ્કળ પ્રવાહી પીવું. તે તમારા ગળામાં શુષ્કતા દૂર કરે છે, જે ઉધરસનું સામાન્યકારણ પણ છે. તે લાળને પાતળા કરવામાં પણ મદદ કરે છે, જેનાથી ઉધરસ અને કફ ઓછો થાય છે.

English summary
Follow these Ayurvedic remedies to get rid of phlegm
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X