
લગ્ન-નોકરી માટે નાક, હોઠ, બ્રેસ્ટની કરાવી રહી છે સર્જરી!
ગાંધીનગર, 19 સપ્ટેમ્બર: મૉડલિંગ અને અભિનયની દુનિયામાં હંમેશા સુંદરતાને પ્રાથમિકતા આપવામાં આવી છે, પરંતુ આ ચલણ કોર્પોરેટ જગતમાં પણ થઇ ગયું છે. બીજી તરફ જો વાત લગ્નની હોય તો, આપણે એ વાતથી મનાઇ ન કરી શકીએ કે છોકરાને સુંદર કન્યા અને છોકરીને સુંદર વરની ઇચ્છા હંમેશા રહે છે. હવે આ ઇચ્છા એટલી વધી ગઇ છે કે યુવા વર્ગ સુંદરતા પ્રાપ્ત કરવા માટે ચીરફાડ કરાવવા સુધી તૈયાર છે.
અમે વાત કરી રહ્યાં છીએ કૉસ્મેટિક સર્જરીની, જે શબ્દને સાંભળ્યા બાદ તમને બૉલીવુડની શિલ્પા શેટ્ટી, કરીશ્મા કપૂર અને જૂહી ચાવલા વગેરેની યાદ આવી જશે. જી હા આ તે અભિનેત્રીઓ છે, જેમને કૉસ્ટેમેટિક સર્જરી કરાવ્યા બાદ સફળતાના શિખરો સર કર્યા. આ ચલણ, દિલ્હી, મુંબઇ, બેંગ્લોરથી માંડીને લખનઉ, પટના, અમદાવાદ જેવા ટી-ટિયર શહેરો સુધી પહોંચી ગયું છે. આ ચલણ છેલ્લા પાંચ વર્ષોમાં એકદમ વધી ગયું છે.
લખનઉના પ્લાસ્ટિક, કૉસ્મેટિક સર્જન ડૉ. આરકે મિશ્રા કહે છે કે લોકો ભલે કંઇપણ કહે, પરંતુ લગ્નથી માંડીને કોર્પોરેટ સેક્ટરમાં બ્યૂટી મેટર કરે છે. આ કારણે ગત 5 વર્ષોમાં કૉસ્મેટિક સર્જરી કરાવવા માંગે છે. આ સર્જરીમાઅં સૌથી વધુ નાક અને હડપચી (દાઢીનો ભાગ) ના ભાગને વ્યવસ્થિત કરવવા માટે છોકરીઓ આવે છે. ડૉ. મિશ્રા કહે છે કે શહેરની છોકરીઓ લુક્સને લઇને સમાધાન કરવા માંગતી નથી અને ના તો લગ્ન માટે છોકરાઓવાળાઓનું રિજેક્શન સહન કરવા નથી માંગતી. એવામાં કૉસ્મેટિક સર્જરીથી પોતાને સુંદર બનાવી રહી છે.
કૉસ્મેટિક સર્જરી કરાવવા માટે આવેલી કંચને કહ્યું હતું કે 'અત્યારસુધી 3 છોકરાઓએ મને રિજેક્ટ કરી છે. પરંતુ હવે મારો વારો છે. લગ્નની ઉંમરે મોટો ચહેરો, નાની દાઢીના કારણે મારે રિજેક્શનનો સામનો કરવો પડે છે, પરંતુ હવે હું વિશ્વાસથી ભરપૂર છું. હવે મારી દાઢી પહેલાં કરતાં લાંબી થઇ ગઇ છે અને તેના હવે તેના ગાલો પરથી ખીલ દૂર થઇ ગયા છે. કંચનને આ લુક કૉસ્ટમેટિક સર્જરીથી મળ્યો છે. ફક્ત કંચન જ નહી શહેરોની 80 ટકા છોકરીઓ લગ્નમાં લુક્સને લઇને આવનાર અડચણોને પોતાના રસ્તેથી હટાવવા માટે કૉસ્મેટિક સર્જરીનો સહારો લઇ છે.

દાઢી અને નાકની સર્જરી
સૌથી વધુ સારું ફિગર, પુસ્તકિયો ચહેરો પરંતુ નાક મોટું છે તો પછી આ વાક્ય રિજેક્શન માટે પુરતું છે. સૌથી વધુ આવા કેસ છે જેમાં છોકરીઓને તેમના મોટા નાક અને નાની દાઢીના કારણે છોકરાઓએ રિજેક્ટ કરી.

બ્રેસ્ટ સર્જરી
કૉસ્મેટિક સર્જરીના અંતગર્ત ચહેરો જ નહી પરંતુ બ્રેસ્ટ સુધીની સર્જરી કરાવે છે. જો કે અત્યાર સુધી આ ચલણ ફક્ત મુંબઇ, દિલ્હી જેવા શહેરો સુધી સિમીત છે.

માતા-પિતાને લઇને આવે છે છોકરીઓ
લગ્ન પહેલાં લુક્સને લઇને ફક્ત છોકરીઓ જ પરેશાન નથી થતી પરંતુ માતા-પિતા ખુદ પુત્રીઓને લઇને આ પ્રકારની સર્જરી માટે આવે છે. એક્સપર્ટનું માનીએ તો વાલીઓનું કહેવું છે કે થોડા પૈસા ખર્ચીને જો પુત્રીનો લુક્સ સારો થઇ જાય છે તો તેમાં અમને કોઇ વાંધો નથી, કારણ કે છોકરીનું રિજેક્શન થતાં તેમને તકલીફ થાય છે.

ભવિષ્યમાં થનાર સાસુ-સસરા પણ ઇચ્છે છે સુંદર વધૂ
આટલું જ નહી કેટલાક કેસ એવા પણ છે કે જેમાં થનાર સાસુ-સસરા તથા પતિ પણ લગ્ન પહેલાં ડૉક્ટર્સને મળ્યા અને થનાર પત્ની અને વહૂના મોટા નાકને વ્યવસ્થિત કરાવવાની વાત કરી.

50 હજારમાં નાક અને 30 હજારમાં હોઠની સર્જરી
આ સર્જરીમાં સમય પણ વધુ નથી લાગતો. આ પ્રકારની સર્જરીમાં સુરક્ષાને લઇને પણ કોઇ ચિંતા કરવાની જરૂરિયાત નથી. આ સેફ હોય છે. 100માંથી ક્યારેક એક એવો કેસ થઇ જાય છે જેમાં કોમ્પીકેશન્સ થઇ જાય નહીંતર કોઇ ખતરો નથી.

ઉતાવળે સર્જરી થતી નથી
પૂરી પ્લાનિંગ અને ક્લાઇન્ટની સંપૂણ માહિતી બાદ જ સર્જરી કરવામાં આવે છે. આ કોઇ ઇમરજન્સી કેસ હોતા નથી માટે કેટલીક સિંટિંગ બાદ જ પ્રોસેસ શરૂ થાય છે. બધા પ્રકારના ટેસ્ટ વગેરે કર્યા બાદ સર્જરી કરવામાં આવે છે. મુંબઇની તુલનાએ લખનઉમાં સર્જરી ઘણા ઓછા ખર્ચે થાય છે.

દિલ્હી, મુંબઇમાં હાઇ રેટ
દિલ્હી, મુંબઇ, બેંગ્લોર જેવા શહેરોમાં નાકની સર્જરી એકથી દોઢ લાખમાં થાય છે. બીજી તરફ હોઠ અને ડિંપલ સર્જરી માટે 1 લાખ સુધી ખર્ચ આવે છે.

કેટરીના જેવા નાકનો ક્રેઝ
હવે એક તક સુંદર બનવાની મળે છે તો છોકરીને કોઇ કસર છોડવા માંગતી નથી. તે પોતાના ફેવરેટ હિરોઇનના ફોટા પણ લઇને આવે છે અને તે ધીમા અવાજે કહે છે કે ડૉક્ટર સાહેબ મારા ચહેરો કંઇક આવો છે જો મારું નાક, ચીન અથવા ડિંપલ પડી જાય તો સારું રહેશે. સર્જનના અનુસાર છોકરીઓ સૌથી વધુ કેટરીના કૈફનો ફોટો લઇને આવે છે અને તેના જેવા નાકનો સૌથી વધુ ક્રેજ છે.

ભરાવદાર ગાલ
M.A. માં એડમિશન લેનાર કંચનએ 3 છોકરા જોવા આવ્યા. બધાએ કંચનના ગોળમટોળ ચહેરા અને નાની દાઢીના કારણે તેને ના પાડી દિધી. કંચને કૉસ્મેટિક સર્જરીથી પોતાની દાઢીને થોડી વધારી દિધી અને ગાલોને યોગ્ય શેપ આપવા તથા ડિંપલ માટે સર્જરી કરાવી.

પાતળો ચહેરો
ડેન્ટલ સ્ટૂડન્ટ આશિકાનો ચહેરો ઘણો પાતળો હતો અને તેના કારણે એક છોકરાએ તેને રિજેક્ટ કરી. આશિકાએ રેડીમેટ ચીક પ્લાન્ટથી પોતાના ચહેરાનો નવો લુક આપ્યો છે.

દબાયેલું નાક
કૃતિકાનું નાક દબાયેલું હતું. તેના લગ્નની ઉંમર થઇ રહી હતી. કૃતિકાએ સર્જરીથી પોતાના નાકને નવો શેપ અપાવ્યો અને નવેમ્બરમાં તેના લગ્ન થઇ રહ્યાં છે.

સાસરીપક્ષને પસંદ ન આવ્યું નાક
નેતાના લગ્ન નક્કી થઇ ગયા હતા. બધુ બરાબર હતું, પરંતુ નીતાનું દબાયેલું નાક સાસરીપક્ષને રાસ આવતું ન હતું. નીતાના થનાર સસરા નીતાને લઇને ડૉક્ટર પાસે પહોંચ્યા કારણ કે તે ઇચ્છતા નથી કે લગ્નમાં કોઇપણ પ્રકારની વાત ચર્ચાનો વિષય બને.