બાળકો માટે કેળા ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભ
તમારા બાળકોના ડાયેટમાં કેળા રાખવાનું કદી ભૂલતા નહી. કેળાથી તમારા બાળકોને જરૂરી પોષકતત્વો સરળતાથી મળી રહે છે. કેળામાં ઘણી શક્તિ હોઈ છે. કેળામાં મેગ્નેસિયમ, વિટામીન બી6, ફાયબર, પોટેસીયમ, આર્યન, બાયોટીન અને બીજા પોષકતત્વો પણ હોઈ છે.
તમે તમારા બાળકોને કેળા સવારના નાસ્તા માં ક્યાં તો પછી દિવસ દરમિયાન ગમે ત્યારે આપી શકો છો. કેળા તમને તત્કાલ ઉર્જા આપે છે. કેળા ખાવાથી લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહે છે. તો જાણો બાળકો માટે કેળા કેટલા જરૂરી છે.

તરત જ ઉર્જા આપે છે
જો તમારું બાળક સ્પોર્ટ્સમાં સતત કાર્યરત છે તો તેને રોજ કેળાનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં દિવસભર ઉર્જા બની રહે છે.

હાજમાં માટે ઉપયોગી
કેળામાં ફાયબર હોઈ છે. જે કાર્બોને સુગરમાં બદલી નાખે છે. જેના કારણે પાચનક્રિયા સારી રહે છે.

હાડકા મજબુત બનાવે છે
કેળામાં પોટેસીયમ હોઈ છે. જે બાળકોના હાડકા માટે ખુબ જ ઉપયોગી છે.

બાળકોનું દિમાગ મજબુત કરે છે
કેળા ખાવાથી બાળકોનું દિમાગ હંમેશા એક્ટીવ રહે છે. તેઓ કોઈ પણ કામમાં પોતાનું ધ્યાન લગાવી શકે છે.

એનીમિયાથી બચાવે છે
કેળામાં આર્યન, વિટામીન બી6 અને કોપર હોઈ છે. જે રેડ બ્લડ સેલ્સ પેદા કરવામાં મદદરૂપ હોઈ છે.












Click it and Unblock the Notifications
