Health News : 5 ખોરાકથી ફેફસાં રહેશે સ્વસ્થ, સ્મોકર્સ ખાસ વાંચે

Health News : વર્તમાન સમયમાં પ્રદુષણને કારણે ફેફસા નબળા પડી રહ્યા છે. આ સાથે ધુમ્રપાન અને પ્રદુષિત વાતાવરણને કારણે ફેફસામાં ઇન્ફેક્સન અને અન્ય બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે.

આવામાં શરીરને સ્વસ્થ રાખવા માટે ફેફસાંનું સ્વાસ્થ્ય સારું હોવું ખૂબ જ જરૂરી છે. પ્રદૂષણ અને ધૂમ્રપાનને કારણે ફેફસાં સંબંધિત બીમારીઓ ઝડપથી વધી રહી છે.

Health News

અમેરિકન જર્નલ ઑફ રેસ્પિરેટરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિને તાજેતરમાં એક રિસર્ચમાં અહેવાલ આપ્યો છે કે, ફેફસાના સ્વાસ્થ્ય માટે ઓમેગા-3 ફેટી એસિડ્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે લોકો ઓમેગા-3થી ભરપૂર આહાર લે છે, તેમને ફેફસાને લગતી બીમારીઓ ઓછી થાય છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે ફેફસાને મજબુત કરવા માટે આપણે કેવા ખોરાકનું સેવન કરવું જોઇએ.

માછલી - માંસાહારી લોકો માટે ઓમેગા-3 ફેટી એસિડની ઉણપને દૂર કરવા માટે માછલી શ્રેષ્ઠ વિકલ્પ છે. સેલ્મોન માછલીમાં ઓમેગા-3 ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સાથે માછલીમાં હાઇ ક્વોલિટી પ્રોટીન અને અન્ય પોષક તત્વો પણ હોય છે, જે સ્વાસ્થ્ય માટે અતિ લાભકારક માનવામાં આવે છે.

કૉડ લિવર ઓઈલ - આ તેલ માછલીના લીવરમાંથી કાઢવામાં આવે છે અને કેપ્સ્યુલ અને તેલ બંને બજારમાં ઉપલબ્ધ છે. ઓમેગા-3 ફેટી એસિડની સાથે કૉડ લિવર ઓઇલમાં વિટામિન ડી અને વિટામિન એ પણ જોવા મળે છે. તેના રોજના સેવનથી શરીરમાં ઓમેગા-3ની ઉણપ પૂરી થાય છે.

અળસી - ફ્લેક્સસીડ (અળસી)માં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે શાકાહારીઓ માટે અળસીને વધુ સારો વિકલ્પ બનાવે છે. તમે તમારા નાસ્તામાં અળસીનો સમાવેશ કરી શકો છો. આ સાથે અળસીના લાડુ પણ ઘણા ઘરોમાં બનાવવામાં આવે છે. અળસીમાં ફાઈબર, મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો પણ જોવા મળે છે.

અખરોટ - મગજ જેવું દેખાતું અખરોટ ઓમેગા-3નો ઉત્તમ સ્ત્રોત છે. ફાઈબરથી ભરપૂર અખરોટમાં કોપર, મેગ્નેશિયમ અને વિટામિન ઈ પણ જોવા મળે છે. શાકાહારી લોકોએ તેમના આહારમાં અખરોટનો સમાવેશ કરવો જ જોઈએ. તમે પલાળેલા અખરોટ પણ ખાઈ શકો છો.

સોયાબીન - સોયાબીનમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ જોવા મળે છે. ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર સોયાબીનનો ઉપયોગ ઘરોમાં વ્યાપકપણે થાય છે. સોયાબીનનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X