For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Health Tips : શિયાળામાં વરિયાળીનો ઉકાળો છે ફાયદાકારક, આ સમસ્યામાંથી મળશે છૂટકારો

તમારા ઘરમાં રહેલી વરિયાળી તમને ઘણા આરોગ્યપ્રદ લાભો આપી શકે છે. શિયાળામાં વરિયાળીનો ઉકાળો પીવાથી તમને ઘણા સ્વસ્થ્ય લાભો મળે છે.

|
Google Oneindia Gujarati News

Health Tips : વરિયાળીએ ભારતમાં દરેક રસોડામાં જોવા મળે છે. જમ્યા બાદ લોકો વરિયાળીનો મુકવાસ ખાવાનું પસંદ કરે છે. હાલ શિયાળાનું ઋતુ ચાલી રહી છે. જે દરમિયાન ઠંડીના કારણે ઘણી બિમારીઓનું જોખમ પણ વધી જાય છે.

આવા સમયે તમારે ઘરેલું ઉપચારો દ્વારા પોતાની જાતને સ્વસ્થ રાખવી જોઇએ. તમારા ઘરમાં રહેલી વરિયાળી તમને ઘણા આરોગ્યપ્રદ લાભો આપી શકે છે. શિયાળામાં વરિયાળીનો ઉકાળો પીવાથી તમને ઘણા સ્વસ્થ્ય લાભો મળે છે.

વરિયાળીના ઉકાળાના ફાયદા

પાચન સુધારવા

પાચન સુધારવા

વરિયાળીનો ઉકાળો ગેસની રચના, પેટમાં દુઃખાવો અથવા પાચન સંબંધિત સમસ્યાઓની સારવારમાં ખૂબ જ મદદરૂપ છે. વરિયાળીમાં આવા ઘણા તત્વો જોવા મળે છે, જે પેટના સ્નાયુઓને શાંત કરવાનું કામ કરે છે.

હલિટોસિસ

હલિટોસિસ

શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે વરિયાળીનો ઉકાળો ખૂબ જ અસરકારક છે. અઠવાડિયામાં એક કે બે વાર વરિયાળીનો ઉકાળો પીવાથી આસમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. દરરોજ વરિયાળી ચાવવાથી પણ શ્વાસની દુર્ગંધ દૂર થાય છે.

શ્વસન રોગોની સારવાર

શ્વસન રોગોની સારવાર

જો તમે ઠંડા હવામાનમાં શ્વાસ લેવામાં તકલીફ, નાક બંધ થવાની તકલીફ અને શ્વસન માર્ગમાં સોજો જેવી શ્વાસ સંબંધી સમસ્યાઓથી પીડાતા હોવ, તો વરિયાળીનો ઉકાળો પીવાથી તમને ચોક્કસથી આરામ મળશે.

સ્કિન સંબંધિત સમસ્યા

સ્કિન સંબંધિત સમસ્યા

વરિયાળીમાં કોપર, મેગ્નેશિયમ અને ઝિંક જેવા પોષકતત્વો મળી આવે છે. આ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. શિયાળામાં અઠવાડિયામાં એક કે બે વાર વરિયાળીનો ઉકાળો પીવાથી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે.

English summary
Health Tips : Fennel decoction is beneficial in winter, it will get rid of this problem
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X