Health Tips in Gujarati : યુરિક એસિડ ઘટાડી રાહત આપશે આ ચાર વસ્તુ
Health Tips in Gujarati : બદલતી જીવનશૈલીને અને તણાવ ભરી જીંદગીના કારણે લોકોના આરોગ્ય પર માઠી અસર થઇ રહી છે. આવામાં ઘણા લોકો યુરિક એસિડની સમસ્યા કરી રહ્યા છે. યુરિક એસિડ એક પ્રકારનું કેમિકલ છે, જે પ્યુરિનના વધુ પડતા સેવનને કારણે શરીરમાં વધી જાય છે.
યુરિક એસિડનું વધતું સ્તર સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનું કારણ બની જાય છે. યુરિક એસિડ ક્રિસ્ટલ્સ સામાન્ય રીતે સાંધામાં એકઠા થાય છે, જેના કારણે ઘૂંટણ અને અંગૂઠામાં દુઃખાવો થાય છે. આટલું જ નહીં યુરિક એસિડના કારણે શરીરમાં ઝેરી તત્વો પણ જમા થવા લાગે છે.

યુરિક એસિડથી ગાઉટની સમસ્યા પણ થાય છે, જે પગને અસર કરે છે. જો તમે પણ યુરિક એસિડની સમસ્યાથી પરેશાન છો, તો આ અહેવાલમાં જણાવેલી કેટલીક ખાદ્ય વસ્તુઓ છે, જે યુરિક એસિડના સ્તરને સામાન્ય બનાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
લસણ - યુરિક એસિડ ઘટાડવા માટે લસણનું સેવન કરી શકાય છે. તમારે ફક્ત કાચા લસણને ક્રશ અથવા કટ કરવાનું છે અને તેને ચાવવાનું છે. તે સંધિવાને પણ ઘટાડે છે, અને શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ ઉત્તમ અસર દર્શાવે છે.
મેથીના દાણા - મેથીના દાણા બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં વધેલા યુરિક એસિડને ઓછું કરી શકાય છે. સેવન માટે એક ચમચી યુરિક એસિડને અડધા કપ પાણીમાં આખી રાત પલાળી રાખો અને આ બીજને ચાવીને બીજા દિવસે સવારે ખાઓ. સાંધામાં સોજો ઓછો થવા લાગશે. આ સાથે યુરિક એસિડનું સ્તર ઘટવા લાગશે.
અજમો - અજમોનું સેવન યુરિક એસિડ ઘટાડવા માટે પણ કરી શકાય છે. અડધી ચમચી અજમો અને આદુનો નાનો ટુકડો લો, તેને એક કપ પાણીમાં ઉમેરીને ઉકાળો. રાંધ્યા પછી, પાણીને ગાળી લો. આ પાણીને અડધું સવારે અને અડધું સાંજે પીવો.
ધાણા - ધાણાના બીજ અને કોથમીર બંને યુરિક એસિડમાં ફાયદાકારક સાબિત થાય છે. કોથમીર એન્ટી-ઓક્સિડન્ટ્સનો સારો સ્ત્રોત છે. યુરિક એસિડનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે. કોથમીરને આહારમાં સામેલ કરી શકાય છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
