Health Tips : આ આયુર્વેદિક ઉપાયોથી દૂર થશે ગળાનો કફ
Health Tips : તહેવારની મોસમમાં લોકોએ ઘણી મિઠાઇ અને બહારનો ખોરાકના સેવનું પ્રમાણ વધ્યું છે. જે કારણે વર્તમાન સમયમાં ઘણા લોકો વાયરલ ફીવર, કફ અને ઉધરસથી પરેશાન છે. શરીરની નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે આપણને ફ્લૂ, શરદી, ઉધરસ, ગળામાં દુ:ખાવો, શરદી, નાક વહેવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
ગળામાં દુ:ખાવો એ એક એવું લક્ષણ છે, જે વાયરલ ફીવરના દર્દીઓમાં પણ જોવા મળ્યું છે. જો તમે પણ ગળાના દુ:ખાવાથી પરેશાન છો, તો તમે કેટલાક આયુર્વેદિક ઉપાયો અપનાવી શકો છો. આમાં એન્ટિબાયોટિક ગુણો જોવા મળે છે, જે ગળામાં રહેલા કફને બહાર ફેંકી દે છે.

તુલસી અને આદુ - સૌથી પહેલા તુલસીના 4-5 પાનને સારી રીતે ધોઈ લો, જે બાદ તેને પાણીમાં નાખીને ઉકાળો. સારી રીતે ઉકાળ્યા બાદ તુલસીના પાણીને ગાળીને પી લો. આ સિવાય તમે ગરમ દૂધમાં સૂકા આદુ (સૂંઠ)નો પાવડર નાખીને સૂતી વખતે પી શકો છો. તેનાથી તમારા ગળાને આરામ મળશે.
આદુવાળી ચા - ચા બનાવતી વખતે તેમાં થોડું વધુ આદુ ઉમેરીને બરાબર ઉકાળો. આને પીવાથી ગળાની સાથે પેટના સોજામાં પણ આરામ મળશે.
તજનું પીણું - એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી તજ પાવડર નાખીને 5 મિનિટ ઉકાળો. જે બાદ તેને ગાળી લો અને ઠંડુ થવા દો. પછી તેમાં થોડું મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો.
મેથીનું પાણી - એક ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી નાખીને 5 મિનિટ સુધી ઉકાળો. પછી તેને ગાળીને પી લો. ખાંસી, મ્યુકસ, ગળામાં ખરાશ જેવી સમસ્યાઓ માટે તે ઉત્તમ ઉપચાર છે.
મીઠુંવાળા પાણીના કોગળા - ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું નાખી ગાર્ગલ (કોગળા) કરો. તેનાથી ગળાના દુઃખાવામાં રાહત મળે છે, પરંતુ ધ્યાનમાં રાખો કે, 6 વર્ષથી ઓછા સગીર બાળકોને ગાર્ગલ (કોગળા) કરવાની મંજૂરી આપશો નહીં.
હળદરવાળું દુધ - હળદરનો ઉપયોગ પરંપરાગત રીતે ખાંસી સહિતની ઘણી બીમારીઓ માટે કરવામાં આવે છે. ગરમ હળદરવાળી ચા અથવા હૂંફાળું દૂધ પીવો. ટેસ્ટ માટે, તમે તેમાં એક ચપટી કાળા મરી અને થોડું મધ ઉમેરી શકો છો.
પુષ્કળ પ્રવાહી લો - ગળાના દુઃખાવાને સરળ બનાવવાની એક શ્રેષ્ઠ રીત છે, પુષ્કળ પ્રવાહી પીવું. તે તમારા ગળામાં શુષ્કતા દૂર કરે છે, જે ઉધરસનું સામાન્ય કારણ પણ છે. તે લાળને પાતળા કરવામાં પણ મદદ કરે છે, જેનાથી ઉધરસ અને કફ ઓછો થાય છે.












Click it and Unblock the Notifications
