Health Tips : રોજ કિસમિસ ખાવાથી થાય છે ઘણા લાભ, જાણી લો સાચી રીત
Health Tips : કિસમિસ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો કિસમિસ યોગ્ય રીતે ન ખાવામાં આવે, તો તે સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. આજે આપણે કિસમિસ ખાવાની સાચી રીત વિશે જાણીશું.
Health Tips : કિસમિસ શરીર માટે અતિ લાભદાયક હોય છે. કારણ કે, તેમાં ભરપૂર માત્રામાં આયર્ન, પ્રોટિન અને કેલ્સિયમ હોય છે. કિસમિસનું સેવન કરવાથી કમજોરી દુર થાય છે. આ સાથે હાડકા પણ મજબુત થાય છે. જો કિસમિસ યોગ્ય રીતે ન ખાવ તો તે તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. આવામાં આજે આપણે આ અહેવાલમાં કિસમિસ ખાવાની સાચી રીત જણીશું.
આહારમાં આ રીતે કિસમિસનો સમાવેશ કરો

કિસમિસ અને પાણી
કિસમિસને પાણીમાં પલાળીને ખાવાથી શરીરમાં એનિમિયાની સમસ્યા દૂર થાય છે. તેનું સેવન કરવા માટે 15 કિસમિસ લો અને તેને એક કપ પાણીમાં આખી રાત પલાળી રાખો. હવે સવારે ઉઠીને આ કિસમિસ ખાઓ. આ રીતે કિસમિસ ખાવાથી એનિમિયા દૂર થાય છે અને શરીરને એનર્જી પણ મળે છે.

કિસમિસ અને દૂધ
કિસમિસને દૂધમાં પલાળીને ખાવાથી તેના ફાયદા અનેકગણો વધી જાય છે. દૂધમાં પલાળેલી કિસમિસ ખાવાથી હિમોગ્લોબીનની માત્રા વધેછે અને શરીરની નબળાઈ દૂર થાય છે. દૂધમાં પલાળેલી કિસમિસ ખાવાથી શરીરને એનર્જી મળે છે.

કિસમિસને દૂધમાં ઉકાળીને ખાવાના ફાયદા
કિસમિસને દૂધમાં ઉકાળીને ખાવાથી શરીરને ફાયદો થાય છે. આ માટે 8 થી 10 કિસમિસ લો અને એક ગ્લાસ દૂધ લો, હવે આ કિસમિસનેદૂધમાં નાખો અને હવે આ દૂધને ઉકળવા દો. જ્યારે આ દૂધ ઘટ્ટ થઈ જાય, ત્યારે તેને ઠંડુ કરીને ખાઓ. રાત્રે તેનું સેવન કરવું વધુફાયદાકારક છે. એટલા માટે સૂતા પહેલા તેનું સેવન કરો.

ખાલી પેટે કિસમિસ ખાવાના ફાયદા
જો તમે ખાલી પેટ કિસમિસનું સેવન કરો છો, તો તે તમને ઘણી બીમારીઓથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. આવા સમયે ખાલી પેટકિસમિસ ખાવાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે. કિસમિસને પાણીમાં પલાળીને ખાલી પેટે કરી શકાય છે.












Click it and Unblock the Notifications
