Health Tips: પથરીના દર્દીઓ ખાસ વાંચે, હોસ્પિટલના ધક્કા થઇ જશે બંધ
Health Tips: વર્તમાન સમયમાં પથરી એટલે કે કિડની સ્ટોનની સમસ્યા સામાન્ય બની રહી છે. ઘણા લોકો હાલ પથરીની સમસ્યાથી પીડાઇ રહ્યા છે. પથરીની સમસ્યાનું મોટુ કારણ ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાણીપીણીમાં બેદરકારી જવાબદાર છે. જે કારણે કિડનીમાં વધારાના મિનરલ્સ જમા થઇ જાય છે, જેને પથરી બને છે.
આવામાં તમારે એવા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, જેમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય. આવી સ્થિતિમાં તમે કેટલીક વસ્તુઓનું સેવન કરીને પથરીની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. હા, જો તમે કેટલાક ફળોનું સેવન કરો છો, તો તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. કિડનીની પથરીથી પીડિત લોકોએ દરરોજ અમુક ફળોનું સેવન કરવું જોઈએ

પાણીયુક્ત ફળો ખાઓ - પાણીયુક્ત ફળો જેમ કે, નારિયેળ (પાણી અને મલાઇ), તરબૂચ અને સાકરટેટી વગેરે રોજ ખાઓ. કારણ કે, પાણીયુક્ત ખોરાક પથરીને ઓગળવામાં મદદ કરે છે. તેથી તમારે તમારા આહારમાં શક્ય તેટલા વધુ પાણીયુક્ત ફળોનો સમાવેશ કરવો જોઈએ. આ સાથે તમારે રોજ ભરપૂર માત્રામાં પાણી પીવું જોઇએ.
ખાટા ફળો ખાઓ - સાઇટ્રસ ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. જે પથરી ઓગળવાનું કામ કરે છે. સાઇટ્રસ ફળો અને રસમાં સાઇટ્રિક એસિડ હોય છે, તેથી તેનું સેવન કરવું તમારા માટે ફાયદાકારક છે. આ માટે તમારે મોસંબી, સંતરા, બિજોરા અને દ્રાક્ષનું સેવન કરવું જોઈએ.
તમારા આહારમાં કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો - જો તમને પણ કિડનીમાં પથરીની સમસ્યા છે, તો તમારે કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તેના માટે તમે તમારા આહારમાં કાળી દ્રાક્ષ, અંજીરનો સમાવેશ કરી શકો છો.
આ સિવાય તમે કાકડી વગેરે જેવા પાણીથી ભરપૂર વસ્તુઓને પણ તમારા આહારમાં સામેલ કરી શકો છો. આ વસ્તુઓનું સેવન કરવાથી તમે કિડની સ્ટોન(પથરી)ની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
