Health Tips : આ રીતે વધશે તમારો સ્ટેમિના, ખાવામાં રાખવું પડશે આ ધ્યાન

Health Tips : શું તમે પણ દિવસ દરમિયાન થાક અનુભવો છો અથવા થોડું કામ કર્યા બાદ તમે થાક અનુભવવા લાગો છો, તમારે સાવધાન થઇ જવાની જરૂર છે, પણ હવે તમારે ગભરાવવાની જરૂર નથી. આ બીમારીથી છુટકારો મેળવવા માટે તમારે આ અહેવાલ ખાસ વાંચવો જોઇએ. આ ટિપ્સ દ્વારા તમે તમારો સ્ટેમિના વધારી શકો છો.

ઘણીવાર લોકો વિચારે છે કે, માત્ર ખેલાડીઓને જ સ્ટેમિનાની જરૂર હોય છે, પરંતુ એવું નથી. સામાન્ય માણસોને પણ તેમના રોજિંદા કાર્યો કરવા અને સ્વસ્થ રહેવા માટે સ્ટેમિનાની જરૂર હોય છે.

Health Tips

ખોરાકને હેલ્ધી બનાવીને સ્ટેમિના વધારી શકાય છે, તેમાં કોઈ શંકા નથી, પરંતુ આ સિવાય કેટલીક અન્ય વસ્તુઓ તેને વધારવામાં મદદરૂપ છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, શરીરનો સ્ટેમિના કેવી રીતે વધારી શકીએ છીએ.

કસરત કરો - જો શરીરમાં એનર્જી ન હોય, તો વ્યાયામ કરવાનું કેવી રીતે વિચારી શકાય, પરંતુ તમારે જાણી લેવું જરૂરી છે કે, માત્ર કસરત જ તમને સ્ટેમિના બનાવવામાં મદદ કરશે. ભારે વર્કઆઉટ ન કરો, પરંતુ કેટલીક શારીરિક પ્રવૃત્તિને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો અને પછી તફાવત જુઓ.

જીમમાં જઈને ડમ્બેલ્સ ઉપાડવાને બદલે, તમારે ઘરે બેથી ચાર વાર સીડી ઉપર અને નીચે જવું જોઈએ. દોરડા કૂદવા અથવા સાયકલ ચલાવવા માટે સમય કાઢવો જોઇએ. જો આમાંથી કંઈ શક્ય ન હોય, તો સવાર-સાંજ ચાલવાથી પણ ફાયદો થશે.

પુષ્કળ પાણી પીવો - સ્ટેમિના વધારવા માટે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. આ માટે આખા દિવસ દરમિયાન સારી માત્રામાં પાણી પીવો. પ્રવાહીમાં તમે નારિયેળ પાણી, તાજા ફળોનો રસ પણ લઈ શકો છો.

કેળા ખાઓ - જેમ તમે જાણો છો, સ્ટેમિના વધારવામાં તમારો આહાર પણ ઘણો મહત્વ ધરાવે છે. સ્વસ્થ સાથે સંતુલિત આહાર લો. કેળાને સંપૂર્ણ આહારની કેટેગરીમાં સામેલ કરવામાં આવે છે, જેમાં વિટામિન બી6, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, હેલ્ધી ફેટ અને પ્રોટીન જેવા પોષક તત્વો હોય છે. આ ખાવાથી શરીરને એનર્જી મળે છે અને સ્ટેમિનામાં પણ ફરક આવે છે.

પૂરતી ઊંઘ મેળવો - સૂવાથી સ્ટેમિના પણ વધે છે. એટલે કે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી. આ શરીર અને મનને આરામ આપે છે. ઊંઘ દરમિયાન આપણું શરીરના નુકસાનને ઠીક કરવાનું કામ કરે છે, જેનાથી સ્ટેમિના વધે છે.

કોફી પીવો - કોફીમાં ભરપૂર માત્રામાં કેફીન હોય છે, જેના કારણે તેનું સેવન સ્ટેમિના વધારવામાં મદદ કરે છે. નોંધનીય છે કે, સ્ટેમિના વધારવા માટે હંમેશા બ્લેક કોફી પીવો. ખાંડવાળી કોફી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય શકે છે.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X