Healthy Lungs Tips: ફેફસાના આરોગ્ય માટે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, મળશે સ્વસ્થ જીવન
Healthy Lungs Tips: સામાન્ય રીતે વર્તમાન સમયમાં ફેફસાને લગતી સમસ્યા દરેક વ્યક્તિમાં જોવા મળી રહી છે. જેમાં તેઓ ફેફસાને સ્વસ્થ રાખવામાં અસફળ રહે છે. આવામાં ફેફસાને હેલ્ધી રાખવા માટે આપણે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઇએ. આ અહેવાલમાં આપણે છ બાબતો વિશે જાણીશું જેનાથી તમારા ફેફરાનું સ્વસ્થ સારૂ રહે છે.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, ફેફસાં શરીરમાંથી કચરાના રૂપમાં કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવામાં અને તાજો ઓક્સિજન મોકલવામાં સંપૂર્ણ ભૂમિકા ભજવે છે. અત્રે નોંધનીય છે કે, તમારા ફેફસાંને સંપૂર્ણ સ્વસ્થ રાખવા માટે તમે તમારી જીવનશૈલીમાં આ મહત્વપૂર્ણ ફેરફારો કરી શકો છો.

જીવનશૈલીમાં કરો આ 6 ફેરફારો
ધૂમ્રપાનથી બચો - તમારા ફેફસાંને સ્વસ્થ રાખવા માટે ભૂલથી પણ ધૂમ્રપાન ન કરો. જો તમે કરો છો, તો તેને તરત જ છોડી દો. ધૂમ્રપાન ફેફસાંમાં કેન્સરનું કારણ બને છે. આ આખા શરીર માટે હાનિકારક છે.
દૈનિક વ્યાયામ - વ્યાયામ કરીને તમે તમારા ફેફસાની ક્ષમતા વધારી શકો છો. જોગિંગ, સ્વિમિંગ અને સાઇકલિંગ તમારા ફેફસાંને સ્વસ્થ રાખશે. આ ઉપરાંત વ્યાયામ પણ શરીરને ફિટ રાખે છે.
પ્રદૂષણથી દૂર રહો - ફેફસાંને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે શક્ય હોય, ત્યાં સુધી પ્રદૂષિત જગ્યાઓથી દૂર રહો. ઇન્ડોર અને આઉટડોર પ્રદૂષિત વસ્તુઓથી દૂર રહો. એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ફેફસાં પણ સ્વસ્થ રહેશે.
યોગ્ય આહાર - તમારા આહારમાં એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. આ ખાસ કરીને તમારા ફેફસાંને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. ફળો, લીલા શાકભાજી અને આખા અનાજનો સમાવેશ કરો.
યોગ્ય હાઇડ્રેશન મેળવો - નિયમિતપણે પાણી પીવાથી તમે હાઇડ્રેટેડ રહે છે. આ શ્વસન માર્ગમાં સારી લાળનું સ્તર જાળવવામાં મદદ કરે છે. તે શ્વસન માર્ગ માટે ફિલ્ટર તરીકે કામ કરે છે.
તણાવ દૂર રાખો - કોઈ વાતને લઈને તણાવમાં રહેવાથી ફેફસાના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. ક્રોનિક સ્ટ્રેસને શક્ય તેટલું તમારાથી દૂર રાખો. એકાગ્રતા વધારવાનો પ્રયાસ કરો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.












Click it and Unblock the Notifications
