વિદેશી કરતા બેસ્ટ છે દેશી ટોયલેટ, જાણો સ્વાસ્થ્ય લાભ
વર્તમાન સમયમાં લોકોને વૈભવી જીવન પાછળ ઘેલુ લાગ્યું છે. લોકો પોતાની સુવિધા અને સહુલિયતને કારણે જીવનશૈલી બદલી રહ્યા છે. ટેક્નોલોજી હોય કે ઘર હોય. જેમાં વેસ્ટર્ન અને દેશી ટોયલેટની બનાવટમાં પણ લોકો ફેરફાર કરાવે છે.
આવામાં લોકો સતત નવા અને સુવિધાજનક ફેરફારોને અપનાવે છે, જે તેમના માટે નુકસાનકારક હોય છે. ગત કેટલાક સમયથી લોકોમાં વેસ્ટર્ન ટોયલેટનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે.

જ્યારે કેટલાક લોકો પોતાની સુવિધા માટે તેનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક સમય સાથે બદલાતા પ્રવાહોને અનુસરવા માટે તેને તેમની જીવનશૈલીનો એક ભાગ બનાવી રહ્યા છે.
શું તમે જાણો છો કે, તમે તમારી સુવિધા માટે જે વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરી રહ્યા છો, તે વાસ્તવમાં તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જો તમે પણ એવા લોકોમાંથી એક છો, જેઓ આજકાલ દેશી ટોયલેટની જગ્યાએ વેસ્ટર્નનો ઉપયોગ કરી રહ્યા છે, તો આજે અમે તમને જણાવીશું કે, દેશી ટોયલેટ વેસ્ટર્ન ટોયલેટ કરતા શા માટે સારું છે?
બ્લડ સર્ક્યુલરમાં સુધારો - દેશી ટોયલેટ તમને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, તેનો ઉપયોગ કરવાથી, તમારા આખા શરીરની કસરત થાય છે. દેશી ટોયલેટમાં 10 થી 15 મિનિટ સુધી બેસવું એ જિમમાં સ્ક્વોટ્સ કરવા સમાન છે, જે તમને ફિટ રાખે છે. આ સાથે શરીરનું બ્લડ સર્ક્યુલર પણ સારું રહે છે.
પાચનમાં સુધારો - દેશી ટોયલેટનો ઉપયોગ કરવાથી તમારા પેટ પર દબાણ આવે છે, જેના કારણે તમારું પાચન સારું રહે છે અને પેટ પણ સાફ રહે છે, પરંતુ વેસ્ટર્ન ટોયલેટના ઉપયોગથી પેટ પર દબાણ નથી, પડતું જેના કારણે પેટની સમસ્યા થઈ શકે છે.
કાગળ અને પાણીનો બગાડ ઓછો થાય છે - શાળા-કોલેજ, ઓફિસ કે ઘરમાં બનેલા વેસ્ટર્ન ટોયલેટનો ઉપયોગ કરતી વખતે પુષ્કળ પાણી અને કાગળનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે ઘણો બગાડ થાય છે, પરંતુ તેનાથી વિપરિત, દેશી ટોયલેટમાં કાગળની જરૂર નથી અને પાણીનો ઉપયોગ પણ મર્યાદિત માત્રામાં થાય છે.
ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક - કદાચ તમે જાણતા જ હશો કે, દેશી ટોયલેટ ગર્ભવતી મહિલાઓ માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તવમાં, આના પર બેસીને, મહિલાઓ સ્ક્વોટ્સ લગાવવાની સ્થિતિમાં આવે છે, જેનાથી નોર્મલ ડિલિવરી થવાની શક્યતા વધી જાય છે.
કેન્સર સહિતની ગંભીર બીમારીઓથી બચાવે - ઈન્ડિયન ટોયલેટનો ઉપયોગ કરવાથી પેટ સાફ રહે છે, એટલું જ નહીં, કોલોન કેન્સર અને પેટ સાથે જોડાયેલી અન્ય બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. વાસ્તવમાં ભારતીય ટોયલેટ પર બેસવાથી પેટ સારી રીતે સાફ થાય છે, જે કબજિયાત, એપેન્ડિસાઈટિસ, કોલોન કેન્સર અને અન્ય રોગોની શક્યતા ઘટાડે છે.












Click it and Unblock the Notifications
