શું તમે ખાંડના બદલે ઝેર તો નથી ખાઈ રહ્યાને? FSSAIએ જણાવી ઓળખવાની રીત
જાણો, ઘરે બેઠા ખાંડમાં મિલાવટની તપાસ કેવી રીતે કરવી.
નવી દિલ્લીઃ ખાંડ ઘણી વાર તેના દુષ્પ્રભાવોના કારણે 'ધ વ્હાઈટ ડેથ' કહેવામાં આવે છે. વિશેષજ્ઞો અનુસાર જ્યારે ખાંડના વપરાશની વાત આવે ત્યારે સંયમ મહત્વપૂર્ણ છે. આમ તો આપણે એ વાતથી સંપૂર્ણપણે સંમત છીએ કે ખાંડ માનવ શરીર માટે હાનિકારક છે પરંતુ શું તમે જાણો છો કે તે આનાથી પણ વધુ હાનિકારક થઈ શકે છે? હા, ખાંડમાં મિલાવટ. FSSAIના જણાવ્યા મુજબ ખાંડમાં ઘણીવાર યુરિયાની મિલાવટ કરવામાં આવે છે.

હાલમાં જ FSSAIએ એક વીડિયો શેર કર્યો જેમાં બતાવવામાં આવ્યુ છે કે ઘરમાં ખાંડમાં મિલાવાટ કેવી રીતે કરવામાં આવે છે. અજાણ્યા લોકો માટે FSSAI સોશિયલ મીડિયા પર #DetectingFoodAdulterants નામથી એક પહેલ ચાલુ કરી છે. આ પહેલમાં તે દર સપ્તાહે રસોઈમાં વપરાતી નિયમિત વસ્તુઓમાં મિલાવટ વિશે વાત કરે છે અને તમે ઘરે બેઠા તેની તપાસ કેવી રીતે શકો છો તે જણાવે છે. જાણો, ઘરે બેઠા ખાંડમાં મિલાવટની તપાસ કેવી રીતે કરવી.
યુરિયાની સાઈડ ઈફેક્ટ
યુરિયા જેને કાર્બાઈડ પણ કહેવામાં આવે છે તે એક કાર્બનિક સંયોજન છે. જે રંગહીન, ગંધહીન ઘન, પાણીમાં અત્યંત દ્વાવ્ય અને વ્યહારિક રીતે બિન-ઝેરી છે. તે નાઈટ્રોજનના સ્ત્રોત તરીકે ખાતરમાં વ્યાપક રીતે ઉપયોગમાં લેવામાં આવે છે અને રાસાયણિક ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ કાચો માલ છે. વિશેષજ્ઞો અનુસાર તેના સેવનથી ઉબકા, ઉલટી, ઝાડાં, માથામાં દુઃખાવો, ભ્રમ અને ઈલેક્ટ્રોલાઈટની ઉણપ થઈ શકે છે.
ઘરે કેવી રીતે તપાસ કરશો
1. ખાંડનો એક નમૂનો લો.
2. પાણીમાં ખાંડ નાખો અને તેના ઓગળવાની રાહ જુઓ. દ્વાવણને સૂંઘો.
3. જો એમોનિયાની ગંધ ના આવે તો ખાંડ મિલાવટ વિનાની છે.
4. જો એમોનિયાની ગંધ આવે તો મિલાવટી ખાંડ છે.
FSSAI પોસ્ટ મુજબ ખાંડ ઉપરાંત કૃત્રિમ સ્વીટનરનો ઉપયોગ કરવા પર પણ આ વિધિ લાગુ થાય છે. તો તમે રાહ જોયા વિના આ ટ્રીકનો અજમાવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો.












Click it and Unblock the Notifications
