Men Health Tips : પુરુષોએ રોજ કરવું જોઇએ બટરફ્લાય આસન, દૂર થશે શરીરની આ સમસ્યાઓ
બટરફ્લાય આસન કરતા સમયે, પગને બટરફ્લાયની જેમ ખસેડવા પડે છે. આ આસનમાં બંને પગને હાથથી પકડીને બાંધીને રાખવામાં આવે છે. આ મુદ્રામાં પગને ઉપર-નીચે ખસેડવામાં આવતો નથી, પરંતુ માથું આગળ નમાવીને જમીનની નજીક લાવવામાં આવે છે.
Men Health Tips : બટરફ્લાય આસન કરતા સમયે, પગને બટરફ્લાયની જેમ ખસેડવા પડે છે. આ આસનમાં બંને પગને હાથથી પકડીને બાંધીને રાખવામાં આવે છે. આ મુદ્રામાં પગને ઉપર-નીચે ખસેડવામાં આવતો નથી, પરંતુ માથું આગળ નમાવીને જમીનની નજીક લાવવામાં આવે છે.
આ આસન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ શું તમે જાણો છો કે આ આસન પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે. હા, આ આસન કરવાથી પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો ઓછો થઈ જાય છે. ચાલો અમે તમને અહીં જણાવીએ કે, પુરુષો માટે બટરફ્લાય આસન કરવાથી શું ફાયદા થાય છે?

પુરુષો માટે બટરફ્લાય આસનના ફાયદા
પુરુષોમાં લો સ્ટેમીનની સમસ્યા દૂર કરે છે -
બટરફ્લાય આસન પુરુષોમાં થાક અને નબળાઈ અથવા લો-સ્ટેમિનાની સમસ્યાને દૂર કરે છે. જો તમે થાકી ગયા હોવ અથવા તમારોસ્ટેમિના ઓછો હોય તો તમે બટરફ્લાય આસન અજમાવી શકો છો.
આવા સમયે, જે પુરુષોને પીઠના નિમ્ન દુઃખાવાની સમસ્યા હોય તેઓએબટરફ્લાય પોઝ પણ કરવો જોઈએ.

પ્રોસ્ટેટ કેન્સર -
બટરફ્લાય પોઝ પ્રોસ્ટેટ ગ્રંથિ માટે ફાયદાકારક છે. પ્રોસ્ટેટ ગ્રંથિને સ્વસ્થ રાખવાથી પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ પણ ઘટી જાય છે.
આસિવાય આ આસન કરવાથી મૂત્રાશય અને પેટ સાથે જોડાયેલા અંગો સ્વસ્થ રહે છે. આ સાથે જ અત્રે ઉલ્લેખનીય છે કે, આ આસન આંતરડામાટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

આંતરિક સ્નાયુઓને મજબૂત બનાવે છે
બટરફ્લાય આસન કરવાથી આંતરિક સ્નાયુઓ મજબૂત થાય છે, જાંઘની અંદરની બાજુએ તણાવ હોય છે, તે પણ દૂર થાય છે.
પુરુષોમાંબાઇક ચલાવવાને કારણે કેટલીકવાર જાંઘના સ્નાયુઓમાં ખેંચાણ થાય છે, જેને સુધારવા માટે તમારે બટરફ્લાય પોઝ કરવો જોઈએ. આઆસન કરવાથી થાક પણ દૂર થાય છે.












Click it and Unblock the Notifications
