Mental Health Tips: આ આદતોથી મેન્ટલ હેલ્થ માટે છે ખતરનાક, આ આદતથી રહો દૂર
Mental Health Tips: એક સ્વસ્થ શરીર જેટલુ જરૂરી છે, એટલું જ માનસિક રીતે પણ સ્વસ્થ રહેવું જરૂરી છે. તમારું માનસિક આરોગ્ય તમારા મુડ સાથે જોડાયેલું નથી, પણ તેનું કનેક્શન સમગ્ર શરીર સાથે છે. શું તમે જાણો છો કે, માનસિક આરોગ્ય સારુ ન હોવાના કારણે તમે હતાશા એટલે કે ડિપ્રેશનનો શિકાર પણ બની શકો છે.
તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ માનસિક સંતુલન બગડવા માટે તમે પોતે જ જવાબદાર છો. ઉલ્લેખનીય છે કે, તમારી કેટલીક આદતો તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરી શકે છે. જેના પરિણામો તમારા આખા શરીરે ભોગવવા પડે છે. આ અહેવાલમાં જાણીશું કે, તમારી એવી કઈ આદતો છે, જે ધીમે ધીમે તમારા માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે.
વધુ પડતો સ્ટ્રેસ લેવો - આજના વ્યસ્ત જીવનમાં લોકો કામકાજ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરતા સમયે નાની-નાની બાબતો પર તણાવ લેવાનું શરૂ કરી દે છે. સ્ટ્રેસના કારણે લોકો ધીરે ધીરે ડિપ્રેશનમાં જવા લાગે છે, જેનાથી માનસિક સ્વાસ્થ્યને ઘણું નુકસાન થાય છે.

પોતાની જાતને સમય ન આપવો - તમને આ વાંચીને અજુગતું લાગશે, પરંતુ તમારી જાતને સમય આપવો ખૂબ જ જરૂરી છે. આજની ફાસ્ટ લાઈફમાં લોકો પોતાની જાતને સમય આપવાનું ભૂલી ગયા છે. તમારા વ્યસ્ત કામ વચ્ચે, તમારા માટે થોડો સમય કાઢો અને તમારી જાતને આરામ આપો. નવો શોખ વિકસાવો, ઘાસ પર ખુલ્લા પગે ચાલો, ધ્યાન કરો. આમ કરવાથી તમારું મન શાંત થશે, અને તમને સારું લાગશે.
હેલ્ધી ડાયટ ન લેવું - તમારા શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત તમે જે પણ ખાઓ છો, તેની અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ થાય છે. આ દિવસોમાં લોકો બહારનું ખાદ્યપદાર્થ અને જંક ફૂડનું વધુ સેવન કરે છે. તેનાથી તમારું વજન તો વધે જ છે, આ સાથે તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. તેથી તમારે તમારા આહારમાં તે વસ્તુઓ શામેલ કરવી જોઈએ, જે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે સારી છે. જેમાં લીલા શાકભાજી, ઓમેગા 3 ફેટી એસિડ્સ, ફળોનો સમાવેશ થાય છે.
અધૂરી ઊંઘ - અપૂરતી ઊંઘનાકારણે તમારી માનસિક શાંતિ પણ નાશ પામે છે. વાસ્તવમાં, આજકાલ લોકો મોડી રાત સુધી તેમના મોબાઈલ પર સ્ક્રોલ કરતા રહે છે, જેના કારણે લોકોને માથાનો દુખાવો થવાની સમસ્યા થઈ શકે છે. તેથી હંમેશા સંપૂર્ણ ઊંઘ લો. આવું ન કરવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર પડે છે.
કસરત ન કરવી - વ્યાયામ ન કરવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. જ્યારે તમે કસરત કરો છો, ત્યારે તમારું શરીર તમારો મૂડ સારો રાખે છે, અને તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. તેથી તમારી દિનચર્યામાં કસરતનો સમાવેશ કરો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
