કોઇ કામમાં નથી લાગતું મન, આ યોગાસનોથી વધશે એકાગ્રહતા

વર્તમાન સમયમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોના મહામારીના સમયગાળામાં લોકોમાં માનસિક તણાવ અને હતાશાની સમસ્યામાં વધારો થયો છે.

વર્તમાન સમયમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કેસમાં વધારો થઇ રહ્યો છે. કોરોના મહામારીના સમયગાળામાં લોકોમાં માનસિક તણાવ અને હતાશાની સમસ્યામાં વધારો થયો છે. કોરોના મહામારી દરમિયાન લોકડાઉન લાગવાને કારણે લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયા હતા.

આ સાથે લાંબા સમયગાળાથી ચાલી રહેલા વર્ક ફ્રોમ હોમ કલ્ચરનું ચલણ વધ્યું છે. જોકે, હવે કોરોના સંક્રમણમાં ઘટાડો થવાની સાથે હવે લોકો શાળા-કોલેજ અને ઓફિસ પણ જવા લાગ્યા છે, પરંતું તેમનામાં એકાગ્રહતાની કમી જોવા મળી રહી છે.

કેટલાક યોગાસનોનો અભ્યાસ બની શકે છે મદદરૂપ

કેટલાક યોગાસનોનો અભ્યાસ બની શકે છે મદદરૂપ

લાંબા સમય બાદ ઓફિસ જતા લોકોમાં એકાગ્રતાનો અભાવ હોવાના કારણે કામની ગુણવત્તા પર પણ અસર પડી રહી છે. આવા સમયે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે વિશ્વભરમાં લોકોને માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે.

જો તમને પણ અભ્યાસ કે કામ કરવામાં મન ન લાગતું હોય અને એકાગ્ર ચિત્તની જરૂરિયાત અનુભવતા હોય તો તમને કેટલાક યોગાસનોનો અભ્યાસ મદદરૂપ બની શકે છે.

અહીં એવા યોગાસનો છે, જે વધારે છે એકાગ્રતા

અહીં એવા યોગાસનો છે, જે વધારે છે એકાગ્રતા

માનસિક શાંતિ અને એકાગ્રતાને પ્રોત્સાહન આપવા માટે યોગ એ એક અસરકારક રીત છે. રોજ સવારે ઉઠ્યા બાદ તરત જ યોગના કેટલાકઆસનો કરવાની ટેવ પાડો.

યોગ તમારા શરીર અને મન બંનેને સ્વસ્થ રાખી શકે છે. અહીં એવા યોગાસનો છે, જે એકાગ્રતા વધારે છે અનેમનને શાંત રાખે છે.

શીર્ષાસન

શીર્ષાસન

મનને શાંત અને સ્વસ્થ રાખવા માટે શીર્ષાસન યોગનો અભ્યાસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ યોગાસનના અભ્યાસથી થાઈરોઈડ અને પેરાથાઈરોઈડ ગ્રંથીઓની કામગીરીમાં સુધારો થાય છે.

જો બાળકોને ભણવામાં મન ન લાગે અથવા તેઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતાનથી, તો તેઓએ દરરોજ શીર્ષાસનની પ્રેક્ટિસ કરવી જોઈએ. આ યોગની આદત માનસિક સ્વાસ્થ્યને વધુ સારી રીતે જાળવવામાં મદદ કરેછે.

તમે અપનાવી શકો છો ઘણા પ્રકારના પ્રાણાયામ

તમે અપનાવી શકો છો ઘણા પ્રકારના પ્રાણાયામ

પ્રાણાયામનો નિયમિત અભ્યાસ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તમે ઘણા પ્રકારના પ્રાણાયામ અપનાવી શકો છો, તેમાં ભ્રામરીપ્રાણાયામની પ્રેક્ટિસ કરવાની ટેવ પાડવી શ્રેષ્ઠ રહેશે.

એકાગ્રતા વધારવાની સાથે, આ યોગાસનનો અભ્યાસ ગુસ્સો, ઉત્તેજના, ચિંતા, હતાશાઅને તણાવ જેવી નકારાત્મક લાગણીઓને દૂર કરી શકે છે.

પશ્ચિમોત્તનાસન

પશ્ચિમોત્તનાસન

દરરોજ સવારે વહેલા ઉઠીને પશ્ચિમોત્તનાસન યોગનો અભ્યાસ કરવો એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને સુધારવામાં મદદરૂપ માનવામાં આવે છે.

આ યોગમાં કરોડરજ્જુનું ખેંચાણ છે, જે કમરના દુઃખાવામાં રાહત આપે છે. તેમજ મન શાંત રહે છે. ધ્યાન અને એકાગ્રતામાં સુધારો કરવાથી આંતરિક ઊર્જામાં પણ વધારો થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X