Navratri 2023: વ્રત દરમિયાન થાય છે ગેસ અને એસિડિટીની સમસ્યા, આ ઉપાયથી મળશે રાહત
Navratri 2023: નવરાત્રીના 9 દિવસ લોકો ઉપવાસ રાખે છે. ઉપવાસમાં ઘણીવાર લોકોને ગેસ અને એસિડિટી જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, અચાનક ખાણી-પીણીમાં બદલાવ અને લસણ-ડૂંગળીનું સેવન બંધ કરવાથી તમારુ મેટાબોલિઝમ પ્રભાવિત થાય છે.
જે તમારી પાચનક્રિયાને ધીમું કરી શકે છે, અને ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે. જેમાં તમને એસિડિટી અને ગેસની સમસ્યા થઇ શકે છે.

આવી સ્થિતિમાં, જો તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો, તો તમે આ સમસ્યાથી બચી શકો છો. આ સાથે જ જો તમે વ્રત દરમિયાન સતત એક કામ કરો છો, તો તમે આ સમસ્યામાંથી બચી શકો છો.
ઉપવાસ દરમિયાન સવારે નારિયેળ પાણી લો - ઉપવાસ દરમિયાન સવારે નારિયેળ પાણી પીવાથી ગેસ અને એસિડિટીથી બચી શકાય છે. નાળિયેર પાણી તમારા પેટના એસિડિક પીએચને સંતુલિત કરવામાં મદદ કરે છે.
આ સિવાય પાણી ભરપૂર હોવાથી તે પાચનક્રિયાને યોગ્ય રાખે છે, તેથી ગેસ અને એસિડિટીની સમસ્યા નથી થતી. આ સિવાય તે કબજિયાતથી પણ બચાવે છે, જેના કારણે તમને એસિડિટી પણ થઈ શકે છે.
વધુ પડતી ચા અને કોફી ન પીવી - કેટલાક લોકો ઉપવાસ દરમિયાન વધુ ચા અને કોફીનું સેવન કરવાનું શરૂ કરે છે. જેના કારણે ગેસ અને એસિડિટી થવા લાગે છે.
કેટેચિન એસિડિક પિત્તના રસને વધારે છે, જે ગેસ અને એસિડિટીની સમસ્યાનું કારણ બની શકે છે. તેથી ઉપવાસ દરમિયાન પણ, ચા અને કોફીના સેવનને નિયંત્રિત કરો અને તેને દિવસમાં માત્ર બે વાર લો.
દિવસની શરૂઆતમાં આ એક કામ કરો - ગેસ અને એસિડિટીથી બચવા માટે દિવસની શરૂઆતમાં ફુદીનાના કેટલાક પાન ચાવવા. આ ખાવાથી તમારો ઉપવાસ નહીં તૂટે અને તમને એસિડિટી અને ગેસની સમસ્યા પણ નહીં થાય.
આ સિવાય તમે એક બીજું કામ કરી શકો છો કે, તમે સાકર સાથે કેટલાક ફુદીનાના પાનને પીસી લો અને પછી આ રસનું સેવન કરો. આમ કરવાથી તમારા પેટને ઠંડકની સાથે આ સમસ્યાઓથી પણ બચાવશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.












Click it and Unblock the Notifications
