For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાળ માટે ફાયદાકારક છે લીમડો, આ 4 રીતે કરી શકો છો ઉપયોગ

લીમડાના ઔષધીય ગુણોથી દરેક વ્યક્તિ વાકેફ છે. તે વાળ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : લીમડાના ઔષધીય ગુણોથી દરેક વ્યક્તિ વાકેફ છે. તે વાળ અને ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આજકાલ વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, અસ્વસ્થ આહારના કારણે વાળને ઘણું નુકસાન થાય છે, પરંતુ તેના માટે તમે લીમડા જેવા ફાયદાકારક છોડની મદદ લઈ શકો છો.

લીમડાનો ઉપયોગ કેવી રીતે કરવો?

લીમડાનો ઉપયોગ કેવી રીતે કરવો?

જો લીમડાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ડેન્ડ્રફ જેવી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે, આ ફાયદાકારક છોડ શિયાળા કે ઉનાળા બંને ઋતુમાંફાયદાકારક રહેશે. ચાલો જાણીએ કે, તમે કેવી રીતે વાળમાં લીમડાનો ઉપયોગ કરી શકો છો.

1. લીમડો અને દહીં

1. લીમડો અને દહીં

લીમડો અને દહીં મિક્સ કરવાથી વાળ પર ઝડપથી અસર થાય છે. તમે લીમડાના પાનને દહીંના બાઉલમાં પીસી લો અને તેને મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરો. આપેસ્ટને તમારા માથાની ચામડી પર લગભગ અડધા કલાક સુધી રાખો અને પછી તેને ધોઈ લો.

2. લીમડો અને મધ

2. લીમડો અને મધ

લીમડાના પાનને પીસીને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને હેર માસ્ક તૈયાર કરો. તેને વાળમાં 10 થી 20 મિનિટ સુધી રાખો અને પછી ધોઈ લો. તમારે ડેન્ડ્રફથી જલ્દીછૂટકારો મેળવવો હોય તો આ ઉપાય અતિ ઝડપથી ફાયદો આપનારો છે.

3. લીમડો અને નાળિયેર તેલ

3. લીમડો અને નાળિયેર તેલ

લીમડાના પાનને નારિયેળના તેલમાં ઉકાળો અને પછી તેને ઠંડુ કરીને વાળમાં લગાવો. આ તેલ દ્વારા ડેન્ડ્રફને દૂર કરી શકાય છે, તેમજ તે ખંજવાળ અને પિમ્પલ્સ અનેઅન્ય ચામડીના રોગોથી પણ છૂટકારો આપે છે.

4. લીમડાનું પાણી

4. લીમડાનું પાણી

લગભગ દોઢ લીટર પાણીમાં લીમડાના 40 પાન ઉકાળો અને આ પાણીને નવશેકું કર્યા પછી માથું ધોઈ લો. તેનાથી ડેન્ડ્રફ તો દૂર થશે. આ સાથે સાથે અન્યસમસ્યાઓથી પણ છૂટકારો મળશે.

English summary
Neem is beneficial for hair, this can be used in 4 ways.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X