મમ્મી સ્પેશ્યલ: હાલમાં જ બન્યા હોવ મમ્મી તો ખાવ આ 9 આહારો

મોટા ભાગની મહિલાઓ માટે માતૃત્વ એક સુખદ અવસર છે. જે તેને પૂર્ણ બનાવે છે. નવ મહિના બાદ જ્યારે એક સ્ત્રી, માં બને છે ત્યારે તેના શરીરમાં અનેક ફેરફારો આવે છે. અને ભવિષ્યમાં પોતાના બાળક અને પોતાને શરીરને સશ્કત બનાવવા માટે તેને આ નાજુક સમયમાં પોતાનો ખાસ ખ્યાલ રાખવાનો હોય છે. માટે જ ગર્ભવસ્થા પછી બાળકના જન્મ બાદ પરિવારની મહિલાઓ બાળક અને માતા બન્નેનું ખૂબ ખ્યાલ રાખે છે.

ત્યારે નવી નવેલી માં બનનાર મહિલાને તેના ખોરકમાં કેવી કેવી વસ્તુઓને સામેલ કરવી જોઇએ તે અંગે આજે અમે તમને ટિપ્સ આપશું. આ તેવા આહાર છે જે સ્ત્રીના શરીરને અંદરથી તાકાત આપે. અને તેનું અને તેના બાળકનું સ્વાસ્થય મજબૂત કરે. તો જાણો આ આહારો વિષે અહીં...

રવા ઇડલી

રવા ઇડલી

રવીથી બનેલી વેજીટેબલ વાળી ઇડલી કે પછી રવા રસમ નવી માં માટે ખૂબ જ લાભકારી હોય છે. તેનું સેવન કરવાથી લેક્ટોસની માત્રા વધે છે જેથી બાળકને વધુ દૂધ આવે છે.

સુપ

સુપ

વિવિધ શાકભાજીઓને બાજી તેના ક્રશ કરી તેમાંથી બનેલ સુપ નવી મમ્મી માટે લાભકારક હોય છે. તેમાં પણ ગાજરનો સૂપ કે દૂધીનો સુપ સુપાચ્ય અને તંદુરસ્તી આપનારો હોય છે.

ખિચડી

ખિચડી

ખિચડી એકદમ સુપાચ્ય ખોરાક છે. તે હેલ્થી પણ છે અને પચવામાં સરળ છે.

તરળ પદાર્થ

તરળ પદાર્થ

પ્રસવ પછી બને તેટલા તરળ પદાર્થો જેમ કે જ્યૂસીસ, હેલ્થી ડ્રીંક પીવા જોઇએ. જેથી બોડી ડિહાઇડ્રેટ પણ નથી થતી અને શરીરમાં દૂધનું નિર્માણ પણ સારી રીતે થાય છે.

દૂધ-પનીર

દૂધ-પનીર

પ્રસવ પછી તમારે ઓછામાં ઓછું બે વાર દૂધ પીવું જોઇએ. તેમાં તમે પીપરામૂળ નાખીને કે હેલ્થ ડ્રીક સાથે પીવો તો વધુ સારું. વળી પનીરના પણ ખાવું જોઇએ.

આદુ લસણ

આદુ લસણ

આદુ લસણનો ભરપૂર ઉપયોગ નવી માતાના ખોરાકમાં થવો જોઇએ. તેનાથી તેની વાયુની સમસ્યા પણ ઓછી થાય છે. બને તો આદુ લસણની ચટણી ખાવામાં સાથે લેવી જોઇએ.

સૂકા મેવા

સૂકા મેવા

નવી માંએ આહાર સાથે સુયોગ્ય માત્રામાં સૂકા મેવા ખાવા જોઇએ. ખાસ કરીને બદામ, ખજૂર, અખરોટ, કાજૂ પર ભાર મૂકવો જોઇએ. અને સૂંઠ અને મેથીના ડ્રાયફ્રૂટ વાળા લાડવા પણ શરીર માટે લાભકારી છે.

દાળ

દાળ

દાળમાં પ્રોટીનની માતા ભરપૂર હોય છે. પ્રસવ બાદ દાળમાં દેશી ધી નાખીને ખાવાથી લાભ રહે છે.

મેથી પુલાવ

મેથી પુલાવ

મેથી પુલાવ કે મેથીની શાક ખાવાથી પણ પ્રસવ બાદ અનેક લાભ થાય છે. તે પાચનતંત્રને ઠીક કરે છે અને વાયુ દૂર કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X