For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે છાતીમાં બળતરાથી પરેશાન ન થાઓ, ઘરમાં છે શુદ્ધ દેશી ઉપચાર

હાલના યુગમાં બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખાણીપીણીની આદતોને કારણે હાર્ટબર્ન અને એસિડિટીની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : હાલના યુગમાં બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખાણીપીણીની આદતોને કારણે હાર્ટબર્ન અને એસિડિટીની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં લોકો મોટાભાગે હાઈ પાવર દવાઓનો ઉપયોગ કરે છે, જેનાથી થોડા સમય માટે જ રાહત મળે છે, પરંતુ થોડા કલાકો બાદ આ દવાઓની જરૂરિયાત દેખાવા લાગે છે, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.

હાર્ટબર્નના ઘરેલું ઉપચાર

હાર્ટબર્નના ઘરેલું ઉપચાર

હાર્ટબર્નની સમસ્યાથી બચવાનો ઉપાય તમારા ઘરમાં જ હાજર છે. આમળા પાઉડરનો ઉપયોગ કરીને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો, તમે તેનો ઉપયોગકરતાની સાથે જ તેની અસર પહેલીવાર દેખાશે. આમળા પાવડરનું સેવન કરવું ખૂબ જ સરળ છે, અમે તમને તેને ખાવાની એક સરળ રીત જણાવવા જઈ રહ્યા છીએ.

મુશ્કેલીમાંથી તાત્કાલિક રાહત મેળવો

મુશ્કેલીમાંથી તાત્કાલિક રાહત મેળવો

આમળા પાઉડર આ બંને સમસ્યાઓ માટે રામબાણ છે, પછી તે પેટની સમસ્યા હોય કે, હાર્ટબર્ન અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. કારણ કે, તે બળતરાથીતરત જ રાહત આપે છે.

આમળા ફળ ઔષધીય ગુણોથી ભરપૂર છે અને સૌથી ખાસ વાત એ છે કે, તેનો ઉપયોગ દરેક ઋતુમાં કરી શકાય છે. તેને ખાવાથી શરીરમાંરહેલા મોટાભાગના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને થોડી જ ક્ષણોમાં રાહત થવા લાગે છે.

આમળા પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો?

આમળા પાવડરનો ઉપયોગ કેવી રીતે કરવો?

- જો તમે આમળા પાઉડરનું સેવન કરવા માંગો છો, તો રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી પાવડર પલાળીને રાખો.

- સવારે ઉઠ્યા પછી પાણીને ગાળીને ધીમે-ધીમે પીઓ. થોડી વારમાં એવું લાગશે કે, છાતીની બળતરા અને પેટની ગરમી ઓછી થવા લાગી છે.

- દરરોજ ઉલ્લેખિત પદ્ધતિને અનુસરો અને તે જ રીતે આમળા પાવડરનું સેવન કરતા રહો, તમે તેને કોઈપણ સમસ્યા વિના પી શકો છો. કારણ કે, તે સ્વાસ્થ્ય માટે સારુંછે.

- આમળાના પાઉડરનું સેવન કરવાથી પાચનતંત્ર સારું રહે છે અને પેટમાં ગેસની સમસ્યા પણ દૂર થાય છે, આ સિવાય તમારા શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે.

English summary
Now don't be bothered by chest inflammation, there is pure indigenous remedy at home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X