Pregnancy Care Tips : પ્રેગ્નન્સી દરમિયાન આ ફળોનું કરો સેવન, આ ફળોથી રહો દુર
Pregnancy Care Tips : દરેક મહિલાના જીવનનો સૌથી સુખદ અનુભવ માતા બનવાનો હોય છે. ગર્ભાવસ્થાના 9 મહિના દરમિયાન ગર્ભવતિ મહિલાએ વિશેષ કાળજી રાખવી પડે છે.
આ સાથે આ દરમિયાન તેણે શું ખાવું અને શું ન ખાવું એ વાતનું પણ ધ્યાન રાખવું પડે છે. આ દરમિયાન માતાએ પોતાની સાથે બાળકના પોષણ અને સંભાળનું ધ્યાન રાખવું પડે છે.

દરેક સ્ત્રી પોતાના માટે સલામત અને સ્વસ્થ ગર્ભાવસ્થાની ઈચ્છા રાખે છે. આવી સ્થિતિમાં સૌથી મોટી સમસ્યા એ ઊભી થાય છે કે, ગર્ભવતી મહિલાઓના આહારમાં કયા ફળોનો સમાવેશ કરવો જોઈએ અને કયા ફળો ખાવાનું ટાળવું જોઈએ.
સગર્ભા સ્ત્રીઓએ આ ફળોથી દૂર રહેવું જોઈએ
પપૈયું - પપૈયું પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ એક ખૂબ જ આરોગ્યપ્રદ ફળ છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન આ ફળ ખાવાનું ટાળવું જોઈએ. પપૈયુંમાં હાજર લેટેક્ષ ગર્ભાશયના સંકોચન, રક્તસ્રાવ અને કસુવાવડનું કારણ બની શકે છે. તેથી જ ગર્ભાવસ્થા દરમિયાન પાકું અને કાચું પપૈયું ખાવાનું ટાળવું જોઈએ.
પાઈનેપલ - અનાનસ ખૂબ જ સ્વાદિષ્ટ અને રસદાર ફળ છે. જે સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન તેને ખાવાથી પરેશાની થઈ શકે છે. તેમાં હાજર બ્રેમેલીન એન્ઝાઇમ સમય પહેલા ડિલિવરી (પ્રી મેચ્યોર)નું કારણ બની શકે છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન પાઈનેપલનું સેવન ન કરવું જોઈએ.
દ્રાક્ષ - સામાન્ય રીતે ગર્ભવતી મહિલાઓના આહારમાં દ્રાક્ષનો સમાવેશ ન કરવો જોઈએ. તેમાં રેઝવેરાટ્રોલ નામનું કમ્પાઉન્ડ હોય છે, જે ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માઠી અસર કરે છે.
પેકેટમાં મળતા ફળો - ગર્ભવતી મહિલાઓએ ક્યારેય પેકેટ બંધ ફળોનું સેવન ન કરવું જોઈએ. તે બાળક અને માતા માટે ઝેરી સાબિત થઇ શકે છે. તાજા ફળો અને શાકભાજી હંમેશા ગર્ભવતી મહિલાઓના આહારમાં સામેલ કરવા જોઈએ.
સગર્ભા સ્ત્રીઓના આહારમાં આ ફળોનો સમાવેશ કરો
કેળા - ગર્ભાવસ્થા દરમિયાન કેળાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેળામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઇડ્રેટ હોય છે, જે મહિલાઓને ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. તમે તેને ઘણી રીતે ખોરાકમાં સામેલ કરી શકો છો, પરંતુ જો તમને એલર્જી અથવા ડાયાબિટીસ છે, તો ગર્ભાવસ્થા દરમિયાન કેળા ખાતા પહેલા ચોક્કસ નિષ્ણાતની સલાહ લો.
સફરજન - ગર્ભાવસ્થા દરમિયાન સફરજન ખાવું ખૂબ જ જરૂરી છે. તેમાં ફાઈબર, પોટેશિયમ અને આયર્ન પૂરતી માત્રામાં મળી આવે છે. જે શરીરની પોષણની જરૂરિયાતો પૂરી કરે છે. આ સાથે તેમા રહેલું વિટામીન સી પણ શરીરને સ્ફુર્તીલુ રાખે છે.
સંતરા - સંતરામાં વિટામિન-સી પૂરતી માત્રામાં જોવા મળે છે. આ સિવાય આ ફળમાં ફોલેટ હોય છે, જે ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળકના વિકાસમાં મદદરૂપ થાય છે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
