For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, પતિ-પત્ની એક-બીજાથી કેમ કરે છે બેવફાઇ?

|
Google Oneindia Gujarati News

[લાઇફસ્ટાઇલ] લગ્નમાં બેવફાઇનું શું કારણ છે હાલમાં જ એક રિસર્ચ અનુસાર 10 ટકા છૂટાછેડા લીધેલા પાર્ટનરનું કારણ બેવફાઇ હોય છે. પતિ-પત્ની આ કારણે પોતાના રસ્તાઓ અલગ-અલગ કરી લે છે એ સ્વાભાવિક છે પરંતુ ઘણા લોકોનો સંબંધ એટલા માટે ખરાબ થઇ જાય છે કે તેઓ બીજાને દગો આપે છે.

ભલે આ ખૂબ જ ચોંકાવનારૂ લાગે પરંતુ તે સત્ય છે ઘણા બંધા અસંતુષ્ટ પાર્ટનર પોતાના સાથીથી અલગ થતા પહેલા તેમને દગો કરે છે. પુરુષો દ્વારા કરાતો દગો અને સ્ત્રીઓ દ્વારા અપાતો દગો અલગ અલગ હોય છે. કેટલાંક પુરુષો તો આ સંબંધ ઉપરાંત બહાર આનંદ માણવા માટે જ પોતાની પત્નીને છેતરે છે.

કેટલાંક પુરુષો જ્યાં સુધી કોઇ મુશ્કેલીમાં નથી પડતા ત્યાં સુધી શરમ નથી અનુભવતા. જ્યાં સુધી મહિલાઓનો સવાલ છે તેઓ પોતાના સાથીને ખાસ પ્રકારે દગો ત્યારે આપે છે જ્યારે તેઓ પોતાના સંબંધમાં ભાવનાત્મક રીતે એકલી અનુભવે છે. સ્ત્રી-પુરુષોમાં દગો કરવાની રીત અને આદત અલગ અલગ હોઇ શકે છે, પરંતુ દગો આપવાની પાછળ ઉદ્દેશ્ય લગભગ એક જેવો જ હોય છે.

અમે આપને આ અંગે કેટલાંક કારણ બતાવી રહ્યા છીએ, જેના દ્વારા આપને ખબર પડશે કે પતિ-પત્ની લગ્ન બાદ શા માટે એકબીજાને દગો આપે છે.

લગ્નમાં બેવફાઇનું કારણ

લગ્નમાં બેવફાઇનું કારણ

જ્યારે કોઇ પાર્ટનર સંબંધમાં નજરઅંદાજ કરવાનો અનુભવ કરે છે તો તેને બેવફાઇ કરવાના અવસર વધી જાય છે. એવું થવા પર કોઇ અન્યની તલાશ શરૂ કરી દે છે અને પછી તક મળતા જ દગો આપવાનું શરૂ કરી દે છે. જોકે એ ખોટું છે એટલા માટે સંબંધમાં તિરાડ પડવાનું અહીંથી જ શરૂ થઇ જાય છે.

વધારેની ચાહના

વધારેની ચાહના

લગ્નમાં બેવફાઇનું બીજું કારણ કંઇક વધારે પામવાની તમન્ના કરવી. જ્યારે કોઇ પાર્ટનરને સંબંધમાં ખુશી અને આનંદ નથી મળતો ત્યારે નિ:સંદેહ ગુપ્તરીતે કંઇક બીજું મેળવવાની ચાહના રાખે છે અને પછી સંબંધ તૂટી જાય છે.

અસંતુષ્ટિની સીમા પાર થવી

અસંતુષ્ટિની સીમા પાર થવી

ઘણા બધા પતિ-પત્ની છે જે એક-બીજાથી સંતુષ્ટ નથી. હાલમાં જ કરવામાં આવેલા અધ્યયન અનુસાર 50 ટકા પાર્ટનર બેવફાઇના કારણે સંબંધ તોડી નાખે છે. આ પ્રકારે અસંતુષ્ટિ પણ એક કારણ છે જેનાથી પાર્ટનર એક-બીજાને દગો આપે છે.

એકલવાયું જીવન અથવા નિરસ જીવન

એકલવાયું જીવન અથવા નિરસ જીવન

કંટાળો આવવો જેટલો સામાન્ય લાગે છે તેટલું છે નહીં, તેનાથી સંબંધો પણ તૂટી શકે છે. એક્સપર્ટ અનુસાર એ પણ બેવફાઇનું કારણ હોઇ શકે છે. કેટલાંક લોકો છે જે લગ્નના કેટલાક વર્ષો બાદ સંબંધમાં આવેલ કંટાળાને સહન કરી લે છે પરંતુ કેટલાક લોકો જે મનોરંજન માટે ઘરની બહાર લટાર મારે છે.

પતિ-પત્ની બંનેને અતૃપ્તિ

પતિ-પત્ની બંનેને અતૃપ્તિ

પતિ-પત્ની બંનેને અતૃપ્તિ હોય, અને બંને પાત્રોને એકબીજામાં રસ ના હોય અને તેઓ હંમેશા બહારની વ્યક્તિમાં જ રસ ધરાવતા હોય છે.

પુરુષવૃત્તિ

પુરુષવૃત્તિ

હંમેશા એવું કહેવાય છે કે પુરુષ પુરુષવૃત્તિના કારણે પત્ની હોવા છતા પર સ્ત્રીમાં રસ દાખવતો હોય છે અને બેવફાઇ કરતો હોય છે. પરંતુ દરેક પુરુષો એવા નથી હોતા.

સ્ત્રી ક્યારે બને છે બેવફા

સ્ત્રી ક્યારે બને છે બેવફા

સ્ત્રીને જ્યારે તેનો પતિ પુરતો પ્રેમ ના આપે અથવા પતિની હયાતીમાં પણ તેની ગેરહાજરી વર્તાતી હોય તેવે સમયે સ્ત્રી નાછૂટકે પરપુરુષ તરફ આકર્ષાતી હોય છે.

English summary
Though this is shocking to some, but it is a fact that most of the dissatisfied couples tend to cheat first before they plan for separation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X