For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Skin care : ડાઘ, ખીલ અને ડ્રાયનેસની સમસ્યામાંથી મળશે મુક્તિ, વાંચી લો આ અહેવાલ

Skin care : સુંદર અને ડાર્ક સર્કલ્સ વગરની ત્વચા એ સારા આરોગ્યની નિશાની છે, આ સાથે તેનાથી વ્યક્તિની પર્સનાલિટી પણ સારી થાય છે. લોકો સુંદર દેખાવા અને સ્વસ્થ સ્કિન માટે ઘણા ઉપાયો કરતા રહે છે.

|
Google Oneindia Gujarati News

Skin care : સુંદર અને ડાર્ક સર્કલ્સ વગરની ત્વચા એ સારા આરોગ્યની નિશાની છે, આ સાથે તેનાથી વ્યક્તિની પર્સનાલિટી પણ સારી થાય છે. લોકો સુંદર દેખાવા અને સ્વસ્થ સ્કિન માટે ઘણા ઉપાયો કરતા રહે છે. દુ

નિયાભરમાં સ્કીન કેર પ્રોડક્ટનો બિઝનેસ કરી કરોડો અરબો રૂપિયાનો નફો કરે છે. આ પ્રોડક્ટમાં કેમિકલનો ઉપયોગ થવાને કારણે ત્વચાને નુકસાન થાય છે. જે કારણે લોકો હવે આર્યુવૈદિક અને ઘરેલુ ઉપચાર તરફ વળ્યા છે.

આવા સમયે અમે તમને સ્કીન કેર માટે ઘરેલું ઉપચાર જણાવી રહ્યા છીએ. જેનાથી ડાઘ, ખીલ અને ડ્રાયનેસની સમસ્યામાંથી મુક્તિ મળશે. કેટલાક લોકોની ત્વચા કુદરતી રીતે ડાઘ રહિત હોય છે, પરંતુ કેટલીકવાર ત્વચા પર દેખાતા ડાઘ કેટલાક કારણોસર પણ હોય શકે છે, જેને તમે ધ્યાન ન આપો.

આવી સ્થિતિમાં તમે ત્વચા પર ગમે તેટસા પગલા લેશો, પરંતુ તમને સમસ્યામાંથી છૂટકારો મળતો નથી. તેથી ત્વચા પર પિગમેન્ટેશનને કારણે ઉદ્ભવતા ડાઘની સમસ્યાનું કારણ સમજવું અને બાદ તેના નિયંત્રણ માટે પગલાં લેવા જરૂરી છે.

પિગમેન્ટેશન શું છે?

પિગમેન્ટેશન શું છે?

જો તમે સામાન્ય ભાષામાં સમજો છો, તો પિગમેન્ટેશનનો અર્થ એ છે કે ત્વચા પર કોઈ જગ્યાએ ત્વચાનો કુદરતી રંગ સામાન્ય થવાને બદલેઘાટો થઈ જાય છે. આ મેલાનિનના અતિશય ઉત્પાદનને કારણે થઈ શકે છે, બ્રાઉન પિગમેન્ટ જે ત્વચાના રંગને સંતુલિત કરે છે. ત્વચાનીસપાટી પર દેખાતા કાળા કે ભૂરા ડાઘ અથવા ડાર્ક સ્પોટ્સ આ પિગમેન્ટેશનને કારણે હોય શકે છે. જો તેને સમયસર નિયંત્રિત નકરવામાં આવે તો આ ડાઘ ત્વચાની અંદર સુધી જઈ શકે છે અને કાયમી સ્વરૂપ પણ લઈ શકે છે. જે બાદ તેનો ઉપચાર કરવો મુશ્કેલ બની શકે છે. આ જ કારણ છે કે, સમયસર આ ડાઘની સારવાર કરવી જરૂરી છે.

પિગમેન્ટેશનના કારણો

પિગમેન્ટેશનના કારણો

પિગમેન્ટેશનની સમસ્યા પાછળ ઘણા કારણો જવાબદાર હોય શકે છે, જેમાંથી 4 કારણો મુખ્ય છે અને તે કોઈપણ પ્રકારની ત્વચા પર થઈ શકે છે.

1 . સૂર્યના કઠોર કિરણો :

1 . સૂર્યના કઠોર કિરણો :

આ કિરણોમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણો સુપરફિસિયલ સનટેન અથવા સનબર્નનું કારણ છે. આ સાથે યુવી કિરણો ત્વચાને નુકસાનથી બચાવવા માટે શરીરને વધારાની મેલાનિન ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, પરંતુ તેના પરિણામે ત્વચા પર ટેનિંગ દેખાયછે, જ્યારે ત્વચા સતત સૂર્યના આ કિરણોના સંપર્કમાં આવવા લાગે છે, ત્યારે ત્વચા પર ઘાટા રંગના ડાઘ દેખાવા લાગે છે.

2. ગર્ભાવસ્થા દરમિયાન :

2. ગર્ભાવસ્થા દરમિયાન :

પિગમેન્ટેશનનું બીજું સ્વરૂપ જે સ્ત્રીઓમાં દેખાઈ શકે છે તે ગર્ભાવસ્થા દરમિયાન છે. તેને મેલાસ્મા અથવા ગર્ભાવસ્થાનો માસ્ક પણ કહેવામાં આવે છે. આ બ્રાઉન ડાઘ સામાન્ય રીતે ગર્ભાવસ્થા જેવી પરિસ્થિતિઓમાં હોર્મોનલ અસંતુલનને કારણે જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં સૂર્યના હાનિકારક કિરણોના વધુ પડતા સંપર્કમાં આવવાને કારણે, આનુવંશિકતા અને હોર્મોનલ ફેરફારો જેવા વિવિધ કારણોસર તે પુરુષોમાં પણ જોવા મંળી શકે છે.

3. ત્વચા પરની કોઈપણ સમસ્યાને કારણે :

3. ત્વચા પરની કોઈપણ સમસ્યાને કારણે :

કોઈની સંવેદનશીલ હોય કે સામાન્ય ત્વચા હોય, દાદ, ખરજવું, ડાઘ, ખીલ, ઈજા, જંતુના ડંખ અથવા ત્વચાની બળતરાને કારણે ખંજવાળ હોય એટલે કે બળતરા જેવી સ્થિતિમાંથી પસાર થઈ શકે છે. આને કારણે, પિગમેન્ટેશન માટે જવાબદાર કોષો વધુ પડતા સક્રિય થઈ શકે છે. જેના પરિણામે તે જગ્યાએ શ્યામ ફોલ્લીઓ દેખાઈ શકે છે. આ સ્થિતિને પોસ્ટ ઇન્ફ્લેમેટરી હાઇપરપિગ્મેન્ટેશન કહેવામાં આવે છે.

4. અમુક પ્રકારની દવાઓના કારણે :

4. અમુક પ્રકારની દવાઓના કારણે :

સંશોધન સૂચવે છે કે, અમુક દવાઓ અને અમુક શારીરિક પરિસ્થિતિઓ પણ આ પ્રકારના પિગમેન્ટેશનનું કારણ બની શકે છે. આ અમુક એન્ટિબાયોટિક્સથી લઈને નોનસ્ટીરોઈડલ એન્ટિ-ઈન્ફ્લેમેટરી દવાઓ, મલેરિયા વિરોધી દવાઓ અને કેટલીક કીમોથેરાપી દવાઓ સુધીની હોય શકે છે. કીમોથેરાપી દવાઓની અસર મોટાભાગના કિસ્સાઓમાં કામચલાઉ હોય છે. આ સિવાય ઘણી વખત ગર્ભનિરોધક ગોળીઓના કારણે પણ આ ડાઘની સમસ્યા થઇ શકે છે.

આ રીતે મળશે રાહત

આ રીતે મળશે રાહત

ત્વચા એ શરીરનું બાહ્ય આવરણ છે. તેથી જ હવામાન હોય કે અન્ય કોઈ બાહ્ય હુમલો, પહેલા સામનો ત્વચા સૌપ્રથમ કરે છે. ત્વચાની સંભાળએક દિવસની વસ્તુ નથી, તેને નિયમિત દિનચર્યાનો ભાગ બનાવવો જરૂરી છે, ત્યારે જ તેની અસર જોવા મળે છે અને તેના માટે કોઈ એકપણ ઉપાય કામ કરતું નથી.

યોગ્ય પોષણ, મોઇશ્ચરાઇઝેશન, રક્ષણ અને વ્યાયામ બધું એકસાથે જાય છે. જો ત્વચા પરના ડાઘને પ્રારંભિક તબક્કામાં નિયંત્રિત કરવામાં આવે, તો નુકસાનને ઘટાડી શકાય છે અને આગળની પ્રગતિ અટકાવી શકાય છે. આ માટે આ બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂર છે -

નિયમિત સફાઈ અને મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ -

નિયમિત સફાઈ અને મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ -

આ એક બેઇઝિક નિયમ છે, જે ત્વચાને લાગુ પડે છે. સવારે સ્નાન કર્યા પછી, મેક-અપ ઉતાર્યા પછી, રાત્રે સૂતા પહેલા દરેક પરિસ્થિતિમાં મોઈશ્ચરાઈઝર જરૂરી છે. તેની માત્રા અને પ્રકાર ચોક્કસપણે અલગ હોય શકે છે.

પિગમેન્ટેશનને કારણે ડાઘ હળવા કરવા માટે અલગ મોઇશ્ચરાઇઝર્સ પણ ઉપલબ્ધ છે, તેનો ઉપયોગ કરી શકાય છે. હંમેશા સારી બ્રાન્ડ પસંદ કરો.

આ ત્વચાના કોષોને ખીલવા માટે પોષણ આપશે. એક સારું મોઇશ્ચરાઇઝર ત્વચામાં હાજર ફેટ અથવા લિપિડને જાળવી રાખવામાં પણ મદદ કરે છે અને કોષોને સ્વસ્થ રાખે છે.

ઘરેલું ઉપચાર અપનાવો

ઘરેલું ઉપચાર અપનાવો

શરૂઆતમાં ઘરેલું ઉપચાર અપનાવવાનો પ્રયાસ કરો. જેમ કે, સવારે ચહેરો ધોયા બાદ થોડી વાર કાચું દૂધ લગાવો અને થોડી વાર બાદધોઈ લો, ચણાનો લોટ, હળદર અને ગુલાબજળનો ફેસ પેક, કાચા બટાકા અને કાકડીના ટુકડાને ડાઘ પર કાઢીને બદામના તેલથી દૂર કરો, હળવા હાથથી સ્કિન મસાજ કરવી વગેરે. જો તેમના પરિણામો એક અઠવાડિયામાં ન દેખાય તો અથવા ડાઘ એક કે બે દિવસમાં ફેલાવા લાગે છે અથવા અન્ય કોઈ સમસ્યા શરૂ થાય છે, તો તરત જ તેનો ઉપયોગ કરવાનું બંધ કરો અને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લે હિતાવહ છે.

જો ડાઘ કોઈ રોગ અથવા દવાને કારણે છે, તો ફક્ત સ્કીન એક્સપર્ટ જ તમને યોગ્ય સારવાર આપી શકશે. તેથી જ તાત્કાલિક તેમની સલાહ લો. સ્કીન એક્સપર્ટ દવાઓ લખી શકે છે, યોગ્ય ઘટકો સાથે લોશન અથવા મોઇશ્ચરાઇઝર લખી શકે છે અને તમારી સ્કીન ટેસ્ટ અને રિપોર્ટ કર્યા બાદ વધારાની સાવચેતી રાખવાની જરૂરી છે.

ખંજવાળવાનું ટાળો

ખંજવાળવાનું ટાળો

ખંજવાળથી મચ્છર કરડવાથી હોય કે નાના ડાઘ હોય, આ ભાગમાં ઘણીવાર ખંજવાળ આવે છે અને અમે તે ભાગને ખંજવાળ અથવાઘસવાથી રાહત મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. આવી જ રીતે ઘણા લોકો દબાણ કરીને પિમ્પલ્સ કે ડાઘને નખ વડે દૂર કરવાનો અથવાતોડવાનો પ્રયાસ કરે છે. ખંજવાળ અથવા ઘસવાથી ત્વચા પર બળતરા વધે છે અને પિગમેન્ટેશન પણ થાય છે.

ઘણી વખત નખથી ખંજવાળવાને કારણે તે સંક્રમણમાં પણ ફેરવાઈ શકે છે. તેથી ત્વચા પર ખંજવાળવાનું ટાળો. ભલે કોઈ ઈજા કે ખીલ હોય,તેને સ્પર્શ કરશો નહીં. જો તમે કોઈપણ લોશન અથવા મલમનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તેને વાપરવાનું ચાલુ રાખો. તેને વારંવાર સ્પર્શ કરશો નહીં. ખાલી હાથનો ઉપયોગ કરવાને બદલે કોટન કે અન્ય માધ્યમથી મલમ વગેરેનો ઉપયોગ કરો.

સનસ્ક્રીનનો ઉપયોગ જરૂરી

સનસ્ક્રીનનો ઉપયોગ જરૂરી

માત્ર ઉનાળાના દિવસોમાં જ નહીં, પણ શિયાળા અને વરસાદમાં પણ બહાર નીકળતી વખતે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જરૂરી છે.

સીધાસૂર્યપ્રકાશ અને સૂર્યના હાનિકારક કિરણો ત્વચામાં પિગમેન્ટેશનના દરમાં વધારો કરે છે. આના કારણે ડાઘ થવાની સંભાવના છે, પહેલાથી અસ્તિત્વમાં રહેલા ડાઘ વધુ ઘાટા બની શકે છે.

સનસ્ક્રીન અને સનબ્લોકનો ઉપયોગ કરવાથી આને રોકવામાં મદદ મળી શકે છે. જો SPF પૂરતું રક્ષણ નહીં આપે, તો સમસ્યા થઈ શકે છે.તેથી 30થી ઉપરના SPFનો ઉપયોગ કરવાનું પસંદ કરો.

જો તમારી ત્વચા વધુ સંવેદનશીલ હોય, તો કેમિકલયુક્ત લોશન અથવા સનસ્ક્રીનનો ઉપયોગ ન કરો. બહાર જતી વખતે ત્વચાને હળવા કપડાથી ઢાંકો. ચહેરાની સાથે સાથે ગરદન, હાથ-પગ વગેરેની ત્વચાની પણ એ જ રીતે કાળજી લો.

સૌંદર્ય પ્રસાધનો અથવા સુગંધનો ઉપયોગ કરવાનું ટાળો, જે ત્વચા પર ખૂબ સ્ટ્રોંગ અથવા રાસાયણિક હોય છે. મેકઅપ હોય કે ડીઓ કે સાબુ, એવા વિકલ્પો પસંદ કરો, જે હળવા હોય. કેટલીકવાર સ્ટ્રોંગ પદાર્થોનો ઉપયોગ પણ સ્ટેન અને ગંભીર સ્વરૂપો લઈ શકે છે.

English summary
Skin care : You will get relief from many skin problems, adopt this home remedies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X