Summer Tips : બળબળતી ગરમીમાં શરીર રહેશે ઠંડું, નાસ્તામાં ખાઓ આ 3 સુકા મેવા

Summer Tips : ઉનાળો શરૂ થઇ ગયો છે. દરરોજ તાપમાનમાં વધારો જોવા મળે છે. આવી સ્થિતિમાં લૂ અને હીટવેવનું જોખમ વધી જાય છે. જે કારણે શરીરને અંદરથી ઠંડુ રાખવાની પણ જરૂરિયાત રહે છે. આવામાં આપણે ઠંડા ફળો અને પીણાનું સેવન કરીએ છીએ. જેનાથી થોડા સમય માટે ઠંડક મળે છે.

આવામાં જો તમે લાંબા સમય સુધી શરીરને ઠંડું રાખવા માંગતા હોય તો તમારે 3 ડ્રાયફ્રુટ એટલે કે, સુકા મેવાનું સેવન કરવું જોઇએ. આ અહેવાલમાં આપણે જાણીશું કે, એવા ક્યા સુકા મેવા છે, જેના સેવનથી શરીરમાં ઠંડક રહે છે.

Summer Tips

ખજૂર

ખજૂર પ્રકૃતિમાં ઠંડક આપનારી અને શરીરને ઉર્જા આપે છે. એટલું જ નહીં, ખજૂરમાં ફાઇબર પણ ભરપૂર હોય છે, જે તમારા હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરવા માટે આયર્નના શોષણને પ્રોત્સાહન આપે છે. જેથી ઉનાળામાં તમે જમ્યા બાદ 2 કે 4 ખજૂર ખાઈ શકો છો.

કિસમિસ

ઉનાળામાં પણ કિસમિસ પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેની ખાસ વાત એ છે કે, જ્યારે તમે તેને પલાળીને ખાઓ છો, તો તે તમારા પેટને ઠંડુ કરે છે અને પાચનક્રિયાને ઝડપી બનાવે છે. આ ઉપરાંત કિસમિસ એટલે કે સુકી દ્રાક્ષ તમારા શરીરમાં ચયાપચયને ઝડપી બનાવે છે. આ રીતે તે ઉનાળામાં કબજિયાતની સમસ્યાને પણ અટકાવે છે.

જરદાળુ

જરદાળુનું સેવન શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. નાસ્તામાં જરદાળુનો સમાવેશ તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સૌપ્રથમ જરદાળુ શરીરમાં ચરબી અને ટ્રાઇગ્લિસરાઇડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બીજું, જરદાળુ મગજના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેથી, જરદાળુને આખી રાત પાણીમાં પલાળી રાખો, અને સવારે સ્મૂધી બનાવો અથવા જેમ હોય તેવી રીતે તેનું સેવન કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X