રોજ રોટલી ખાઈ રહ્યા છો તો સાવધાન થઈ જજો, થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

સામાન્ય રીતે લોકો પોતાના ખોરાકમાં ઘઉની રોટલીનો મોટો ઉપયોગ કરે છે. ગુજરાતી ભોજનમાં રોટલી મુખ્ય આઈટમ છે. જો તમે પણ રોજ રોટલી ખાઈ રહ્યા છો તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે.

રોટલીને સ્વાસ્થ્ય માટે હેલ્દી માનવામાં આવે છે અને સંતુલિત આહારના ભાગરૂપે આહારમાં સામેલ કરવામાં આવે છે. જો કે એક હદથી વધુ કંઈપણ ખાવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. રોટલી પણ તમને નુકસાન કરી શકે છે.

chapati

ઝડપી વજન વધવુ
ઘઉંના લોટની રોટલીમાં વિપુલ માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. આનાથી શરીરમાં તાકાત આવે છે. જો તમે બેઠા રહીને કેલરી વાપર્યા વિના રોટલી ખાતા રહો છો તો તમારું વજન ઝડપથી વધી શકે છે. રોટલી સાથે ઘી અને તેલ ઝડપથી વજન વઘારે છે.

પાચન સંબંધી સમસ્યાઓ
વધુ પડતી રોટલી ખાવાથી પેટનું ફૂલવું, ગેસ અને અપચો જેવી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ઘઉંના લોટમાં કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે, જે તમારી પાચન તંત્ર પર દબાણ વધારે છે.

શુગરમાં વધ-ઘટ
ઘઉંના લોટની રોટલીમાં વધુ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ હોવાથી તે પાચન દરમિયાન ગ્લુકોઝમાં પરીવર્તિત થાય છે. વધુ પડતી રોટલી ખાવાથી લોહીમાં શુગરના સ્તરમાં ઝડપથી વધારો થાય છે. રોટલી ખાવાથી બ્લડ શુગર લેવલમાં વધ-ઘટ થઈ શકે છે અને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સમસ્યા વધી શકે છે.

પોષક તત્વોનું અસંતુલન
વિવિધ પોષક ખોરાક વિના તમારા આહારમાં રોટલી પર આધાર રાખવાથી શરીરમાં પોષક તત્વોનું અસંતુલન સર્જાઈ શકે છે. રોટલી મુખ્યત્વે કાર્બોહાઇડ્રેટ્સ આપે છે પરંતુ તેમાં પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનિજોનો અભાવ હોય છે. તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય પોષક તત્વોનું સેવન સુનિશ્ચિત કરવા માટે સ્વસ્થ આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ડાયટ લિમિટ
વધુ પડતી રોટલી બ્રેડ ખાવાથી તમારો ખોરાક મર્યાદિત થઈ જાય છે. આનાથી આવશ્યક પોષક તત્વોની કમી રહે છે. તમારી પોષક જરૂરિયાતોને પૂરી કરવા માટે સંતુલિત આહારમાં વિવિધ ફળો, શાકભાજી, પ્રોટીન અને તંદુરસ્ત ચરબીનો સમાવેશ કરવો જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X