7 દિવસ સુધી ખાવ કાચું લસણને મધ અને જુઓ આ ગજબનો ફાયદો

લસણ અને મધ આ બન્ને વસ્તુઓ ખૂબ જ જૂની અને જાણીતી ઔષધીઓ છે. જે મોટા મોટા રોગને દૂર ભગાડવામાં સક્ષમ છે. તો જો તમે અવારનવાર બિમાર રહેતી હોય અને તમને બહુ થાક લાગ્યા કરતો હોય. તથા કોઇ પણ કામમાં મન ના લાગતું હોય અને તમને લાગતું હોય કે તમારે તમારી ઇમ્યૂનિટી સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિને સારી કરવાની જરૂર છે તો તમે આ દેશી નુસકો અપનાવી શકો છો.

આ માટે તમે લસણનું મધ મેળવીને ખાઇ શકો છો જે એક એન્ટીબાયોટિક જેવું કામ કરે છે. અને આ એક રીતે સુપરફૂડ પણ છે. આ માટે તમે 2-3 મોટી લસણની કળી લઇને તેની હાથથી કે દસ્તાથી મસળી તેમાં શુદ્ઘ મધ મેળવો. અને તેને ખાવ. નોંધનીય છે કે આ મિશ્રણ તમારે સાત દિવસ સુધી દરરોજ સવારે ખાલી પેટે લેવાનું છે. ત્યારે 7 દિવસમાં તેનાથી શું શું લાભ થશે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

ઇમ્યૂનિટી વધશે

ઇમ્યૂનિટી વધશે

લસણ અને મધનું આ મિશ્રણ તમારી શક્તિ વધારશે. તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરશે. શરીર ઋતુઓ બદલાવા છતાં અંદરથી સ્ટ્રોંગ રહેશે. અને તમે બિમારીઓથી સરળતાથી દૂર રહી શકશો.

હદયની સુરક્ષા

હદયની સુરક્ષા

વળી આનાથી હદયની ધમનીઓમાં જે ફેટ જમા થાય છે તેનો નિકાલ થશે. લોહીનો પ્રવાહ ઠીક રીતે હદય સુધી પહોંચશે. કોલેસ્ટ્રોલ ઓછું થશે અને હદયની સુરક્ષા થશે.

ગળાની બિમારીઓ

ગળાની બિમારીઓ

જે લોકોનું ગળું વારવાર પકડાઇ જતું હોય, ટોનસિલ કે પછી સૂકું ગળું, સૂકી ખાંસીની બિમારીઓ થતી હોય તેમને આ મિશ્રણ ખાવાથી રાહત રહેશે. કારણ કે આમાં એન્ટી ફ્લેમેટરી ગુણ છે. જે સોજો ઓછો કરશે.

ડાયેરિયાથી બચશો

ડાયેરિયાથી બચશો

વળી જેને ડાયેરિયા હોય તેના માટે પણ આ મિશ્રણ ખાવાથી લાભ થશે અને તેનું પાચનતંત્ર પણ સારું થશે અને પેટના સંક્રમણ પણ મરી જશે.

શરદી ખાંસી

શરદી ખાંસી

આને ખાવાથી શરદી ખાંસીની સાથે સાયનસની તકલીફ પણ દૂર થાય છે. અને આ મિશ્રણ શરીરની ગરમી વધારે છે. અને બિમારીઓથી દૂર રાખે છે.

ફંગલ ઇન્ફેક્શન

ફંગલ ઇન્ફેક્શન

ફંગલ ઇન્ફેક્શનના કારણે થતી બિમારીઓથી પણ તમે આ મિશ્રણ ખાવાથી બચી શકશો. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે. અને તે બિનજરૂરી બેક્ટેરિયાને મારી નાંખે છે.

ડીટોક્સ

ડીટોક્સ

લસણ એક પ્રાકૃતિક ડિટોક્સ મિશ્રણ છે. જેને ખાવાથી શરીરની ગંદકી અને દૂષિત પદાર્થ બહાર નીકળી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X