• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

White Teeth Tips : પીળા દાંત અને મોં ની દુર્ગંધ થી મેળવો છુટકારો, અપનાવો આ ઘરેલુ ઉપચાર

|
Google Oneindia Gujarati News

White Teeth Tips : તમારી સ્માઇલ તમારા દાંત દ્વારા ચમકે છે, પરંતુ ઘણા લોકો ખુલીને હસી પણ શકતા નથી. તેનું સૌથી મહત્વનું કારણ છે, તેમના પીળા દાંત. વર્તમાન સમયમાં દાંત પીળા પડવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તમારા દાંત ઘણા કારણોસર પીળા થઈ જાય છે. પીળા દાંત તમારા વ્યક્તિત્વને ખરાબ બનાવે છે.

ડૉક્ટરની સારવાર દ્વારા દાંત સાફ કરી શકાય છે, પણ

ડૉક્ટરની સારવાર દ્વારા દાંત સાફ કરી શકાય છે, પણ

કેટલાક દાંતના પીળાશને સાફ કરાવવા ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટરની સારવાર દ્વારા દાંત સાફ કરી શકાય છે, પરંતુ તે તમારા પેઢામાંબીજી સમસ્યાઓ ઊભી કરી શકે છે.

કેટલાક ઘરગથ્થુ ઉપાયો અપનાવીને તમે દાંતના પીળાશથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો. તેની સાથે તમે મોઢાની દુર્ગંધને પણ દૂર કરી શકો છો.

હળદર અને સરસવનું તેલ

હળદર અને સરસવનું તેલ

હળદર અને સરસવના તેલની પેસ્ટ બનાવીને દાંત પર ઘસો. તેનાથી પીળાશ દૂર થઈ જશે અને તમારા દાંત સફેદ થઈ જશે.

કેળાની છાલ

કેળાની છાલ

દાંતની સમસ્યાઓ માટે કેળાની છાલ ખૂબ જ ફાયદાકારક છે. કેળાની છાલમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ મળી આવે છે, જેપીળાશ દૂર કરવાની સાથે દાંતને મજબૂત બનાવે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર કેળાની છાલને દાંત પર ઘસો.

લીમડાનું દાતણ

લીમડાનું દાતણ

લીમડો દાંત માટે સૌથી ફાયદાકારક ઉપાયોમાંથી એક છે. પીળાશ દૂર કરવાની સાથે દાંતના મૂળમાંથી લોહી આવવું, પેઢામાં સોજા આવવાજેવી સમસ્યાઓથી પણ છુટકારો મળશે.

ખાવાનો સોડા

ખાવાનો સોડા

એક ચમચી ખાવાના સોડામાં થોડું મીઠું અને પાણી મિક્સ કરો. આ પેસ્ટને દાંત પર 2 મિનિટ સુધી ઘસો. આમ કરવાથી દાંત સાફ થઈ જશે.આ કામ અઠવાડિયામાં બે વાર કરો.

ગાંડા બાવળનું દાંતણ

ગાંડા બાવળનું દાંતણ

તમે ગાંડા બાવળની ડાળી વડે પણ દાતણ કરી શકો છો. તેમાં એન્ટિ-માઇક્રોબિયલ ગુણો જોવા મળે છે, ચાવવાથી એન્ટી-બેક્ટેરિયલ એજન્ટો દૂર થાય છે. બાવળ મૌખિક સ્વાસ્થ્ય જાળવવામાં પણ મદદ કરે છે.

English summary
White Teeth Tips : Get rid of yellow teeth and bad breath, adopt this home remedy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X