For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to: UAN નંબર દ્વારા આ રીતે જાણો તમારો ઇપીએફ (EPF) નંબર

સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતે શીખો કેવી રીતે ઘરે બેઠા તમે જાણી શકો છો તમારું ઇપીએફ બેલેન્સ. જાણો વિગતવાર અહીં...

|
Google Oneindia Gujarati News

તમામ નોકરીયાત વ્યક્તિઓ ઇપીએફ મહત્વપૂર્ણ છે. મોટા ભાગના જાણકારોનું કહેવું છે કે ઇપીએફના પૈસા નિવૃત્તી સુધી ન નીકાળવા જોઇએ. નોંધનીય છે કે નોકરી કરનાર વ્યક્તિના પગાર માંથી પીએફની એક નિશ્ચિત રાશિ નિકાળવામાં આવે છે. તો જો તમારે જાણવું હોય કે તમારું ઇપીએફ બેલેન્ચ કેટલું છે. તો આ જાણકારી તમે ઘરે બેઠા પણ મેળવી શકો છો. નોંધનીય છે કે હાલમાંજ સરકારી ઇપીએફ પર 8.65% વ્યાજ દર આપવાનું વિચારી રહી છે. ત્યારે જો તમારે પણ જાણવું હોય કે કેવી રીતે તમારું ઇપીએફ બેલેન્સ જાણવું તો વિગતવાર વાંચો અહીં...

ઓનલાઇન

ઓનલાઇન

તમારા પીએફ એકાઉન્ટમાં કેટલી રકમ જમા છે તેની જાણકારી EPFOની વેબસાઇટ પર લોગઇન કરીને તમે મેળવી શકો છો. પણ આ માટે તમારી પાસે UAN એટલે કે યુનિવર્સલ એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. ઇપીએફઓને 2014માં યુએએન શરૂ કર્યું હતું. જેથી તમે તમારા ખાતાની ઓનલાઇન જાણકારી લઇ શકો. આ નંબર હેઠળ સાઇટ પર રજિસ્ટ્રર થાવ. અને ખાતાની પાસબુક તમે જોઇ શકો છો. તેને ડાઉનલોડ પણ કરી શકો છો. સાથે જ તમે તે પણ તપાસી શકો છો કે તમારી તરફથી કેટલું કોન્ટ્રીબ્યૂશન કરવામાં આવ્યું છે. તમારી ડિટેલ પણ અપટેડ કરાવી શકો છો.

SMS

SMS

જો તમારી પાસે UAN નંબર નથી તો તમે તમારા ઇપીએફ આ રીતે પણ ચેક કરી શકો છો. તે માટે તમારી પાસે તમારા ઇપીએફની ખાતા સંખ્યા હોવી જરૂરી છે. આ ખાતા સંખ્યા તમને તમારી પે સ્લીપ પર મળી જશે. સાઇટ પર જઇ પોતાનું રાજ્ય પસંદ કરો અને પછી રિઝનલ ઓફિસ પસંદ કરો. આ ડિટેલ તમને ટાઇપ કર્યા પછી તમને તમારા ઇપીએફ માટે sms આવશે.

SMS

SMS

જો તમે ઓનલાઇન સેવા લેવામાં મુશ્કેલી થઇ રહી છે તો તમે SMS પણ કરી શકો છો. 07738299899 નંબર પર જઇ તમે આ સેવા લઇ શકો છો. SMS મોકલવા માટે EPFOHO UAN ટાઇપ કરી જે ભાષામાં જાણકારી મેળવવા માંગતા હોવ તે ભાષા ત્રણ અક્ષર લખો ઉદા. તરીકે EPFOHO UAN ENG લખી 07738299899 નંબર પર SMS કરો. નોંધનીય છે કે આ અન્ય ભાષામાં પણ ઉપલબ્ધ છે.

M-સેવા એપ

M-સેવા એપ

આજના સમયમાં તમામ લોકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરે છે. તમે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવ તો EPFOનો મોબાઇલ એપ M-સેવા ડાઉનલોડ કરી લો. આ સેવાનો ઉપયોગ કરવા માટે તમારે M સેવા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરમાં ઇનસ્ટોલ કરવો સલાહભર્યો રહેશે. આ એપને ઇનસ્ટોલ કરીને તેમાં પોતાની ડિટેલ ભરો અને પછી બીજી કોઇ ચિંતા વગર તમે તમારું ઇપીએફ બેલેન્સ જાણી શકો છો.

English summary
How To Check EPF Balance With UAN Number. Read here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X