For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How To : ખાલી 60 રૂપિયામાં શિયાળામાં મેળવો સુંવાળી ત્વચા

શિયાળામાં એક મહિના માટે 60 જ રૂપિયામાં આ વસ્તુનો ઉપયોગ કરીને તમારી ત્વચાને બનાવો સુંવાળી અને સુંદર. કેવી રીતે જાણો વિગતવાર અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

શિયાળો આવી ગયો છે. અને શિયાળામાં ત્વચા ફાટવાથી લઇને ત્વચા સૂકી થવાની સમસ્યાનો સામનો બધા જ કરવો પડે છે. એટલા માટે જ શિયાળો આવતા આપણે બજારમાંથી ક્રીમ કે લોશનના મોટા મોટા ડબલા લાવવા લાગીએ છીએ. અને આ તમામ ક્રીમ કે લોશન 100 રૂપિયાથી વધુ કિંમત જ હોય છે જે મહિનો માંડ ચાલે છે. પણ આજે અમે તમને એક તેવી વસ્તુ વિષે જણાવાના છીએ જેના લીધે કરીને તમે ખાલી 60 જ રૂપિયામાં 1 મહિના સુધી મુલાયમ અને સુંદર ત્વચા મેળવી શકશો. અને તે પણ નોન સ્ટ્રીકી અને આખો દિવસ ચાલે તેવું લોશન. ત્યારે કેવી રીતે 60 રૂપિયામાં 1 મહિનો ચાલે તેવું લોશન બનાવવું શીખો નીચે....

ગ્લિસરીન

ગ્લિસરીન

બજારમાંથી કોઇ પણ મેડિકલ દુકાન કે ગ્રોસરી સ્ટ્રોરમાંથી તમે 100 ગ્રામથી ગ્લિસરીનની બોટલ લઇ આવો. સારામાં સારી કંપનીનું ગ્લિસરીન પણ તમને 50 થી 60 રૂપિયામાં બજારમાંથી મળી જશે. આ 100 ગ્રામ બોટલથી તમે એક વ્યક્તિ માટે એક મહિનો ચાલે તેટલું લોશન બનાવી શકશો. તમારે તેમાં કરવાનું કંઇ નથી ગ્લિસરીન બોટલ બજારમાંથી લાવો. તેમાં થોડું પાણી મિક્સ કરી રાખો. અને રોજ લગાવો જેથી કરીને તમે સસ્તામાં સસ્તી રીતે સુંવાળી ત્વચા મેળવી શકશો.

ગ્લિસરીન અને ગુલાબ જળ

ગ્લિસરીન અને ગુલાબ જળ

આ સિવાય જો તમે તમે ઇચ્છો તો ગ્લિસરીનની અંદર ગુલાબ જળ નાંખી અને તેમાં લીંબુના 4-5 ટીંપા નાંખીને પણ એક હેન્ડી લોશન બનાવી શકો છો. ગ્લિસરીનના આ લોશનની સારી વાત એ છે કે તેનાથી તમારા શરીરને સુંવાળી ત્વચા પણ મળે છે. ગુલાબની ખુશ્બી પણ તમારા શરીરને મહેકાવે છે અને લીબુંના કારણે તમારા ત્વચાની કાળાશ પણ દૂર થાય છે.

ગ્લિસરીન અને બદામ તેલ

ગ્લિસરીન અને બદામ તેલ

આ સિવાય જો તમારે થોડા વધુ ખર્ચો કરવો હોય તો ગ્લિસરીન, બદાલ તેલને સમાન માત્રામાં મેળવી તેમાં સમાન માત્રમાં ગુલાબ જળ નાંખો અને આ લોશનને દરરોજ હલાવીને તમારી ત્વચા પર લગાવો. જો તમારી ત્વચા વધુ પડતી સૂકી હોય તો આ લોશનથી તમારી ત્વચા આખો શિયાળો દમકતી રહેશે.

ગ્લિસરીન

ગ્લિસરીન

ગ્લિસરીન એક પ્રાકૃતિક મોસ્યૂરાઇઝર છે. ગુજરાતનું જે રીતુ નું સૂકું વાતાવરણ છે અને ખાસ કરીને શિયાળામાં ઠંડીને કારણે ત્વચાને જે રીતે નુક્શાન થાય છે તેમાં સૂકી ત્વચા વાળા લોકો માટે ગ્લિસરીનનું આ ઉપરોક્ત લોશન સારો ઉપાય છે. મોંધા ક્રીમ અને લોશન કરતા ખૂબ જ સસ્તામાં ગ્લિસરીન તમને સુંદર, સુંવાળી ત્વચા આપે છે. તો તમે પણ ઉપરોક્ત ટીપ્સ ટ્રાય કરો.

English summary
How to make your skin soft and smooth in winter in just 60 Rupees. Read here the best beauty tips for this winter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X