For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુકની આ ખાસ સિક્યોરિટી ટિપ્સ જરૂર જાણો

આજકાલ આધુનિક દુનિયામાં સોશિયલ મીડિયા પર મોટા બાગના લોકો છે. જેમાંથી મોટા ભાગના લોકો સૌથી વધુ ફેસબુક વાપરે છે.

|
Google Oneindia Gujarati News

આજકાલ આધુનિક દુનિયામાં સોશિયલ મીડિયા પર મોટા બાગના લોકો છે. જેમાંથી મોટા ભાગના લોકો સૌથી વધુ ફેસબુક વાપરે છે. ફેસબુકનો ઉપયોગ આજકાલ ફક્ત ન્યૂઝ ફીડ જોવા જ નહીં અન્ય રીતે પણ થાય છે. ત્યારે તમારી અંગત માહિતી ઘણી વેબસાઈટ પર શૅર પણ થાય છે.

જો તમે સતત ફેસબુક વાપરતા હો તો તમે જોયું હશે કે ક્યારેક તમે જે પોસ્ટને લાઈક ન કરી હોય, તે પણ લાઈક થઈ જાય. આ ઉપરાંત તમે જોયું હશે કે જે પેજ તમે લાઈક ન કર્યું હોય તે પણ લાઈક થયેલું હશે. આ ઉપરાંત તમે ક્યારેક કોઈની આઈડી પર કમેન્ટ કરી હશે, પણ તે તમે નહીં કરી હોય.

ફેસબુકને કરો સિક્યોર

ફેસબુકને કરો સિક્યોર

કેટલીકવાર આવું કરોડો યુઝર્સ સાથે થાય છે. જેમનું ફેસબુક આઈડી હેક થયું હોય કે પછી કોઈ બીજો વ્યક્તિ તમારું ફેસબુક આીડી ઓપરેટ કરી રહ્યો હોય. ત્યારે તમે પરેશાન થઈ જશો અને બચવાના રસ્તા શોધશો. અમે તમને જણાવીશું કે આવી મુશ્કેલીનો ઉકેલ કેવી રીતે આવી શકે.

ફેસબુક યુજ કરતા સમયે આવી મુશ્કેલીથી બચવા માટે ફેસબુકમાં જ સારા સેટિંગ્સ છે. જો તમે આ સેટિંગ્સ ધ્યાનથી અપ્લાય કરશો અને કેટલાક મુદ્દાનું ધ્યાન રાખશો તો ફેસબુક સંબંધી સિક્યોરિટીની સમસ્યાથી છૂટકારો મળી જશે. ચાલો અમે તમને ફેસબુક વાપરવાની અને સિક્યોર કરવાની ટિપ્સ જણાવીએ.

ફેસબુક પરથી બેકાર એપ્સ અને વેબસાઈટ્સ બ્લોક કરો.

ફેસબુક પરથી બેકાર એપ્સ અને વેબસાઈટ્સ બ્લોક કરો.

ફેસબુક યુઝ કરતા સમયે ઘણી ધી એપ્સ કે વેબસાઈટ તમને સ્ક્રોલ કરતા સમયે મળે છે. જેમાંથી કોઈ એપ તમને થોડીક પણ ગમે તો તમે તેને લાઈક કે ફોલો કરો છે. ત્યારે તમારા અકાઉન્ટની તમામ માહિતી આ એપ કે વેબસાઈટ પર જતી રહે છે. જો એ એપ કોઈ ફ્રોડ હશે તો તમારા અકાઉન્ટનો દુરુપયોગ પણ થઈ શકે છે. એટલે તમારે તમારા ફેસબુક અકાઉન્ટ પર એ જ એપને ફોલો કરવી જોઈએ જે વેરીફાઈડ છે અને જેની તમને જરૂર છે.

ઓટો લાઈક વધવાથી ખતરો

ઓટો લાઈક વધવાથી ખતરો

કેટલાક લોકો એવા હોય છે, જે પોતાની કોઈ પોસ્ટ કે ફોટો પર લાઈક વધારવા માટે વેબસાઈટ કે એપનો ઉપયોગ કરે છે. એવામાં કોઈ પણ વેબસાઈટ કે એપ તમારા અકાઉન્ટ પર લાઈક કે કમેન્ટ વધારવા માટે તમારી પાસે પરમિશન માગે છે. મોટા ભાગના યુઝર્સ ટર્મ્સ એન્ડ કન્ડીશન વાંચ્યા વિના જ પરમિશન આપી દે છે. એવામાં લાઈક વધારનારી વેબસાઈટ કે એપ પાસે તમારા અકાઉન્ટનું એક્સેસ આવી જાય છે, જેનાથી તે ફેસબુકનો દુરુપયોગ પણ કરી શકે છે.

ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન

ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન

આ મેથડનો ઉપયોગ દરેક વ્યક્તિએ કરવો જોઈએ. તમારે તમારા ફેસબુક અકાઉન્ટને હંમેશા ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન પર રાખવું જોઈએ. આમ કરવાથી તમારુ અકાઉન્ટ વધુ સુરક્ષિત તઈ જાય છે. આ પ્રક્રિયામાં તમારે તમારો મોબાઈલ નંબર એડ કરવો પડશે. બાદમાં જો કોઈ પણ વ્યક્તિ તમારું ફેસબુક ઓપન કરવાનો પ્રય્તન કરશે તો તમારા ફોન પર ઓટીપી આવશે. આ ઓટીપી એન્ટર કર્યા બાદ જ તમારું ફેસબુક લોગ ઈન થશે.

ઈમેઈલ આઈડી કે ફેસબુક નંબરને વેરિફાઈ કરો

ઈમેઈલ આઈડી કે ફેસબુક નંબરને વેરિફાઈ કરો

જ્યારે પણ તમે નવું ફેસબુક અકાઉન્ટ ક્રિએટ કરો કે જૂના આઈડીમાં મેઈલ આઈડી કે ફેસબુક નંબર બદલવા ઈચ્છો ત્યારે તેને વેરિફાઈ કરો. વેરિફાઈ કરવાથી તમારુ અકાઉન્ટ વધુ સુરક્ષિત થઈ જાય છે. અને જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો તો કોઈ રિસ્ક વગર નવો પાસવર્ડ બનાવી શકો છો.

લોગ ઈન ડિટેઈલ્સ ચેક કરો

લોગ ઈન ડિટેઈલ્સ ચેક કરો

તમારે સમયાંતરે તમારી લોગ ઈન ડિટેઈલ્સ ચેક કરવી જોઈએ. ફેસબુકે એક ખાસ ફીચર આપ્યું છે, જેના દ્વારા તમારું અકાઉન્ટ કઈ કઈ ડિવાઈસમાં ચાલી રહ્યું છે, તે જાણઈ શકાય. તમને ક્યારેય તમારું અકાઉન્ટ કોઈ અન્ય વ્યક્તિ ઓપરેટ કરતું હોવાનો ડાઉટ જાય તો લોગ ઈન ડિટેઈલ્સ ચેક કરી લો. જો કે તમે શંકા વગર પણ સમયાંતરે આવું કરી શકો છો. જેનાથી તમારુ અકાઉન્ટ ક્યારે, ક્યાંથી કોણે ખોલ્યું હતું તે જાણી શકાય છે.

English summary
know about facebook account security features how to make account safe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X