Name Ringtones : આ રીતે બનાવો પોતાના નામની રિંગટોન, લોકો કહેશે, મને પણ શિખવો
Name Ringtones : કોઇના નામની રિંગટોન સાંભળ્યા બાદ, તમને પણ પોતાના નામની રિંગટોન બનાવવાની ઇચ્છા થતી હશે. આવામાં એમે તમારા નામ સાથેની રિંગટોન ક્યાંથી મેળવવી તે માટેના સ્ટેપ જણાવી રહ્યા છીએ.
Name Ringtones : એક જમાનો હતો, જ્યારે રિંગટોનનો જમાનો હતો. જે નવું ગીત રીલિઝ થાય એ પોતાની રિંગટોનમાં સેટ કરી લોકોમાં પોતાનો વટ પાડવા લોકો હંમેશા તલપાપડ રહેતા હતા.
ઘણી વાર આપણે નામવાળી રિંગટોન સાંભળતા હોઇએ છીએ. જે બાદ આપણે તેને નેટમાં શોધીએ છીએ. આવામાં આજે આપણે જાણીશું કે, તમે તમારા નામની રિંગટોન કેવી રીતે બનાવી શકો છો.

બે રીતે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે નામ રિંગટોન
નામની રિંગટોન સાંભળ્યા બાદ અમે અમારા નામની રિંગટોન ક્યાંથી મેળવવી તે ઓનલાઇન શોધવાનું પણ શરૂ કરીએ છીએ, પરંતુપોતાના નામની રિંગટોન મેળવવી એટલી સરળ નથી. નામ રિંગટોન બે રીતે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે.

એપ્લિકેશનમાંથી નામ રિંગટોન બનાવો
- પ્લે સ્ટોર પર FDMR - નામની રિંગટોન મેકર એપ્લિકેશન શોધો
- આ એપની મદદથી તમારા નામના MP3માં રિંગટોન બનાવી શકાય છે
- ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન ખોલો
- યુઝર્સને ઓડિયો કન્વર્ટર પણ મળશે
- આ એપ તમામ ફોર્મેટને સપોર્ટ કરે છે
- તમારા નામનો ઓડિયો રેકોર્ડ કરો
- ગીતની ફાઇલો પણ તેમાં ઉમેરી શકાય છે
- જ્યારે રિંગટોન દેખાય, ત્યારે તેને સાચવો

વેબસાઇટ પરથી રિંગટોન બનાવો
- ઘણી થર્ડ પાર્ટી એપ્સ છે, જ્યાંથી રિંગટોન બનાવી શકાય છે. તમારે freedownloadmobileringtones પર જવું પડશે.
- અહીં તમે 'સર્ચ રિંગટોન'ના વિકલ્પો જોશો. ત્યાં તમારું નામ શોધો.
- તમારા નામની રિંગટોન, ત્યાં દેખાશે અને તમે તેને સાંભળ્યા બાદ ડાઉનલોડ કરી શકો છો.












Click it and Unblock the Notifications
