For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

How to : SBIનો પાસવર્ડ ભૂલી ગયા છો તો આ રીતે કરો રી-સેટ

વીડિયો જોઇને શીખો કેવી રીતે એસબીઆઇ બેંકનો પાસવર્ડ રિસેટ કરી શકાય છે. વિગતવાર જાણો અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કરોડો ગ્રાહકોનું નોટબંધી પછી ડિઝિટલ લેવડ-દેવડ વધ ગયું છે. સ્ટેટ બેંકના તમામ ગ્રાહકો હવે ઓનલાઇન બેંકિગનો વધુ ઉપયોગ કરે છે. ઓનલાઇન બેંકિગના પાસવર્ડ ભૂલી જવાની સમસ્યા બહુ સામાન્ય છે. તમામ લોકો પોતાના ઇન્ટરનેટ બેકિંગના પાસર્વડ ભૂલી જતા હોય છે. જેના કારણે તેમને આ પાસવર્ડ ફરી એક વાર રી-સેટ કરવો પડે છે. આજે અમે તમને SBI બેંકનો પાસવર્ડ કેવી રીતે રી-સેટ કરવો તે જણાવીશું...

પ્રથમ સ્ટેપ

પ્રથમ સ્ટેપ

સૌથી પહેલા તમે https://retail.onlinesbi.com/retail/login.htm જાવ. ત્યાં જઇને તમારા SBI ઇન્ટરનેટ બેકિંગ પાસર્વડ માટે Forgot Login Password વિકલ્પ પસંદ કરો. અહીં એક નવી વિન્ડો ખુલશે. જેમાં તમારે પાસવર્ડ ભૂલ્યાનો વિકલ્પ પસંદ કરવો પડશે અને Next step પર ક્લિક કરવું પડશે.

બીજું સ્ટેપ

બીજું સ્ટેપ

તે પછી તમે તમારા યુઝર નેમ, એકાઉન્ટ નંબર, દેશનું નામ, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને જન્મતિથિ ટાઇપ કરો. આ પછી એક બોક્સમાં કેટલાક નંબર અને શબ્દો દેખાશે તેને સામે વાળા બોક્સમાં ટાઇપ કરો અને પછી સબમિટ પર ક્લિક કરો.

ત્રીજું સ્ટેપ

ત્રીજું સ્ટેપ

સબમીટ પર ક્લિક કર્યા પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક વન ટાઇમ પાસવર્ડ એટલે કે ઓટીપી આવશે. તે તમારા ઓટીપી બોક્સમાં લખવાનો રહેશે. પછી કન્ફર્મ પર ક્લિક કરો. ધ્યાન રાખજો ઓટીપી નંબર તમારા બેંક ખાતા સાથે જોડાયેલા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર જ આવશે.

છેલ્લુ સ્ટેપ

હવે પહેલો વિકલ્પ એટલે કે Reset your profile password વિકલ્પ પસંદ કરો અને સબમિટ પર ક્લિક કરો. પછી તમારો પ્રોફાઇલ પાસવર્ડ ટાઇપ કરો અને તે પછી તમારી પાસે નવા પાસવર્ડ બનાવાનો વિકલ્પ આવશે. આ નવા પાસવર્ડમાં કેટલાક અક્ષર કેપિટલમાં રાખો અને કેટલાક સ્પેશ્યલ કરેક્ટર જેમ કે@ નો ઉપયોગ કરી પાસવર્ડ બનાવો. આ પાસવર્ડને તમારે બે વાર ટાઇપ કરવો પડશે પછી સબમીટ બટન દબાવો. જે પછી તમારો પાસવર્ડ સફળતાપૂર્વક બદલાઇ જશે. હવે તમે તમારા નવા પાસવર્ડ સાથે ફરીથી લોગઇન કરી શકો છો. અને જાણકારી માટે SBIનો આ વીડિયો પણ અહીં મૂક્યો છે.

English summary
How to reset the Login password and Profile password to your SBI online banking account, in case you have forgotten them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X