Relationship Tips: બનાવટી સંબંધીઓને આ રીતે ઓળખો, તાત્કાલિક બનાવી લો દૂરી
Relationship Tips: સગા-સંબંધીઓ આપણી જીવનનો એક મહત્વનો ભાગ છે. સગા-સંબંધીઓ સાથે મને-કમને સંબંધો નિભવવા પડે છે. આવામાં ઘણીવાર જીવનમાં એવા લોકો આવી જાય છે, જેમના કારણે આપણને કારણ વગર ઘણીવાર દુઃખનો સામનો કરવો પડે છે. જેઓ સ્વાર્થી અને બનાવટી લોકો હોય છે, આવા લોકોને ઓળખીને તેમનાથી શક્ય તેટલી દુરી બનવી લેવી હિતાવહ છે.
ઉલ્લેખનીય છે કે, આચાર્ય ચાણક્ય કહે છે કે, કુતરાથી 10 ફુટ દૂરી રાખવી જોઇએ, બળદથી 20 ફુટ અને હાથીથી 100 ફુટ દૂર રહેવું જોઇએ, અને દુષ્ટ સંબંધીથી તો હંમેશા માટે દૂરી રાખવી જોઇએ.

આવા બનાવટી સંબંધોને શક્ય તેટલી વહેલી તકે છોડી દેવાનું વધુ સારું છે, જે તમને માથાનો દુખાવો કરે છે. ચાલો જાણીએ કે બનાવટી સંબંધીઓને કેવી રીતે ઓળખશો?
દરેક વાતમાં મજાર ઉડાવતા સંબંધીઓ - કેટલાક સંબંધીઓ એવા હોય છે, જેઓ આખો સમય તમારી ખિંચાઇ રહે છે. તેઓ કોઈ ને કોઈ બહાને તમારી મજાક ઉડાવતા રહે છે, અને આવા જોક્સ તમને હસાવવાને બદલે ગુસ્સે કરે છે. જો તમે પણ આવા સ્વજનોથી ઘેરાયેલા હોવ, તો તેમને સહન કરવાને બદલે તેમનાથી દૂરી બનાવી લેવામાં જ તમારી ભલાઇ છે.
કામથી કામ રાખતા સંબંધીઓ - ઘણા સંબંધીઓ જ્યારે તેમનું કામ કરવાનું હોય, ત્યારે જ તમને યાદ કરે છે. તેના શબ્દો પરથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે, તેમનું કામ નીકળી ગયા બાદ તું કોણ અને, હું કોણ સીન બનશે. જો એમ હોય તો, શક્ય તેટલી વહેલી તકે તેમનાથી દૂર રહો.
કોચુ અથવા કોચરું બોલતા સંબંધીઓ - કેટલાક એવા સંબંધીઓ છે, જે તમારી સામે તમારા વખાણ કરશે, પરંતુ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલતા અચકાતા નથી. તેઓ તમારી ગોપનીય વાતો વગેરે કહીને તમને લોકોની નજરમાં નીચા પાડવાનો પ્રયાસ પણ કરે છે. જો તમને લાગે કે આવું છે, તો વધુ વિલંબ કર્યા વિના તેમનાથી દૂર થઇ જાવ.
સહાનુભૂતિ વગરના સંબંધીઓ - બનાવટી સંબંધીઓની ઓળખ એ સહાનુભૂતિનો અભાવ છે. તેઓ બીજાની લાગણીઓની બિલકુલ પરવા કરતા નથી. તેઓ હંમેશા પોતાને તમારાથી ઉપર રાખવાનો પ્રયાસ કરે છે. ઘણી વખત તેઓ નાની નાની બાબતો પર દલીલ કરે છે, અને સામેની વ્યક્તિને નાખુશ કરવાની કોઈ તક છોડતા નથી.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.












Click it and Unblock the Notifications
