Relationship Tips: શું તમારો પાર્ટનર વધારે પડતો ઈમોશનલ? આ ચાર ટિપ્સથી મળશે મદદ
Relationship Tips: કોઇપણ સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ હોય તો સરળતાથી નિભાવી શકાય છે. સંબંધને નિભાવવા માટે પ્રેમની સાથે સાથે સમજ, વિશ્વાસ અને કોશિશ કરવાની ઇચ્છાશક્તિ હોવી જોઇએ. આવામાં એવું પણ જરૂરી છે કે, બંને એકબીજાને પ્રેમ કરતા હોય છે, પરંતું જો તમારી વચ્ચે સમજણ શક્તિના અભાવને કારણે એકબીજાને સમજવામાં સમસ્યા સર્જાય છે.
પાર્ટનર્સે એકબીજાને સમજવાની સાથે સાથે વિશ્વાસ પણ રાખવાનો હોય છે અને સંબંધોને જાળવી રાખવાના પ્રયાસો ચાલુ રાખવાના હોય છે.

ઘણા સંબંધોમાં પર્ટનર્સ વધુ લાગણીશીલ હોય છે. આવી સ્થિતિમાં તેમની લાગણીશીલતા પાર્ટનરને વિચારીને કંઈ પણ કરવા મજબૂર કરે છે.
પાર્ટનરને ખબર હોતી નથી કે તેના પાર્ટનરને શા કારણથી ગુસ્સો આવે છે, તેથી તેની લાગણીઓને સંભાળવાની અને સંબંધને સાચવવાની સંપૂર્ણ જવાબદારી એક પર આવી જાય છે, પરંતુ કેટલીક સરળ રીતે, તમે તમારા વધુ લાગણીશીલ પાર્ટનરને હેન્ડલ કરી શકો છો, અને સંબંધ જાળવી શકો છો. આ અહેવાલમાં આપણે જાણીશું કે, સંબંધમાં વધુ લાગણીશીલ પાર્ટનરને કેવી રીતે હેન્ડલ કરવું.
પાર્ટનરના વર્તન અને લાગણીઓને સમજો - કોઈપણ સમસ્યાને ઉકેલવા માટે, તેના વિશે સમજવું જરૂરી છે. સંબંધોમાં પણ એવું જ થાય છે. જો તમારો પાર્ટનર ભાવુક છે, તો તેની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરો.
તેઓ તમારા વર્તન પર કેવી પ્રતિક્રિયા આપે છે? - પાર્ટનર કઈ બાબતો પર ઈમોશનલ થઈ શકે છે? આરામથી બેસો અને આ બાબતોને સમજવાનો પ્રયાસ કરો. તેમની લાગણીઓને છંછેડવાને બદલે તેમની સાથે નરમાશથી વર્તો.
ગુસ્સા પર નિયંત્રણ રાખો - ઘણીવાર લોકો ભાવનાત્મક જીવનસાથીના વર્તન પર ચિડાઈ જવા લાગે છે. જ્યારે પાર્ટનર રડે છે, ત્યારે બૂમો પાડવા લાગે છે. કદાચ તેઓનું રડવું કે ભાવુક થવું તમને ગમશે નહીં, પરંતુ બૂમો પાડવી કે ગુસ્સો કરવો તેમને શાંત કરવા માટે કામ કરશે નહીં.
જ્યારે ભાવનાત્મક હોય ત્યારે રડવું એ તેમના વર્તનનું વલણ હોઈ શકે છે, જેને તેઓ ઇચ્છે તો પણ રોકી શકતા નથી, પરંતુ તમે ગુસ્સે થવાને બદલે તેમને સંભાળી શકો છો. જો તમે પ્રેમ અને આરામથી બેસીને સમજાવશો તો તેઓ પણ પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકશે.
પાર્ટનરની વાત સાંભળો - જો કોઈ લાગણીશીલ વ્યક્તિ તમને કંઈક કહી રહ્યો હોય તો તેને સાંભળો અને સમજો. તેમની વાતને મહત્વ આપો. શક્ય છે કે તેની ભાવનાત્મકતામાં તે તમને તેના મનમાં દટાયેલી ઘણી બધી વાતો કહે અને તમને તેની નારાજગીનું કારણ ખબર પડી જાય. તો પાર્ટનરની વાત શાંતિથી સાંભળો.
પ્રેમથી ખરાબ બાબતો સુધરશે - સંબંધમાં પ્રેમ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. તમારો પાર્ટનર ભાવુક હોય કે ગુસ્સો, જો તમે તેની સાથે પ્રેમથી વ્યવહાર કરશો, તો તે પણ તમારા પ્રેમની સામે નબળા પડી જશે. જો જીવનસાથી દરેક મુદ્દા પર રડે છે, તો પછી તેની પસંદ અથવા નાપસંદનું ધ્યાન રાખો. તમે તેમને નાની-નાની બાબતોથી ખુશ રાખવાનો પ્રયાસ કરી શકો છો.












Click it and Unblock the Notifications
