Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Relationship Tips: પાર્ટનરમાં છે આ 6 રેડ ફ્લેગ, તો રિલેશનશિપમાંથી પહેલી ફુરસદથી નીકળી જાવ

Relationship Tips: કોઈપણ સંબંધ પરફેક્ટ હોતો નથી. સંબંધોમાં ઉતાર-ચઢાવ આવવા એ ખૂબ જ સામાન્ય બાબત છે. કોઈપણ સંબંધની સુંદરતા એ છે કે, બંને પાર્ટનર્સ એકબીજા માટે પ્રયત્નો કરતા હોય છે, પરંતુ ઘણીવાર આ પ્રેમ સંબંધ ક્યારે ટોક્સિક સંબંધમાં ફેરવાઈ જાય છે, તે ખબર પડતી નથી.

ટોક્સિક રિલેશન આપણને આગળ વધતા અટકાવે છે, જે આપણા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. તે ઘણીવાર બને છે કે, કેટલાક સંબંધોમાં રેડ ફ્લેગ હોય​ છે, તેમ છતાં માહિતીના અભાવને કારણે, પાર્ટનર્સ તેમની અવગણના કરે છે. આવી સ્થિતિમાં સંબંધોને ઓળખવા જરૂરી છે.

રેડ ફ્લેગ શું છે? - વાસ્તવમાં જો આપણે રેડ ફ્લેગના શાબ્દિક અર્થને જોઈએ, તો તે લાલ ઝંડી છે, પરંતુ સંબંધની પરિભાષામાં, રેડ ફ્લેગનો અર્થ જીવનસાથીનું ઝેરી વર્તન છે. જો સાદા શબ્દોમાં સમજીએ તો, જો તમારા પાર્ટનરનું વર્તન તમને અસ્વસ્થ બનાવે છે, તો તે તમારા માટે રેડ ફ્લેગ બની શકે છે.

લવ બોમ્બિંગ - લવ બોમ્બિંગ એ સંબંધનો તે તબક્કો છે, જેમાં પાર્ટનર ઘણા વચનો આપે છે, અને જરૂરી કરતાં વધુ પ્રેમ આપે છે. તેને વધુ સરળ રીતે કહીએ તો, આ કોઈપણ સંબંધની શરૂઆતમાં થાય છે. લવ બોમ્બિંગ કરનાર વ્યક્તિ ભવિષ્ય વિશે વાત કરશે, તમારા પર તેનો પ્રેમ વરસાવશે અને મોટા વચનો આપશેસ પરંતુ પાછળથી તે પોતાની વાતથી ફરી જશે અને તમને દુઃખી કરશે.

Relationship Tips

વાતચીતનો અભાવ - વાતચીત એ કોઈપણ સંબંધનો આત્મા છે. જો તમારો સાથી તેની લાગણીઓ વ્યક્ત ન કરે, તમને સાંભળતી વખતે ધ્યાન ન આપે અથવા તમારા મેસેજ કે કોલનો જવાબ ન આપે, તો તે તમારાથી દૂર હોવાનો સંકેત છે. આવી સ્થિતિમાં તમારે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરવી જોઈએ.

ઈર્ષ્યાભર્યું વર્તન - ઈર્ષ્યા એ એક સામાન્ય લાગણી છે, જે તંદુરસ્ત સંબંધોમાં પણ થઈ શકે છે, પરંતુ ઈર્ષ્યા સ્વસ્થ હોવી જોઈએ, જે તમારી કારકિર્દીના વિકાસમાં મદદ કરે છે. સંબંધમાં દરેક પાર્ટનરએ સમજવું જોઈએ કે, ઈર્ષ્યાને કારણે મતભેદ ન થવો જોઈએ. તેથી, બંનેએ તેમની સીમાઓનું ધ્યાન રાખવું જોઈએ.

ભાવનાત્મક અસંતુલન - જો તમારો પાર્ટનર ઝડપથી ગુસ્સે થઈ જાય છે, અથવા કોઈ વસ્તુ તેના પર ઝડપથી અસર કરે છે, તો તે જોખમની નિશાની છે. તમારા પાર્ટનરમાં અન્યો પ્રત્યે સહાનુભૂતિનો અભાવ પણ સારો સંકેત નથી. તમારે એવી વ્યક્તિ સાથે રહેવું જોઈએ, જે તેની લાગણીઓને સંતુલિત કરી શકે અને તમારી લાગણીઓને સમજી શકે.

ગેસલાઇટિંગ - ગેસલાઇટિંગનો અર્થ થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ તેના ખરાબ વર્તન માટે જવાબદારી લેતી નથી, અને તમને દોષ આપે છે. આ સંબંધમાં ઘણી વખત પાર્ટનર કોઈ પણ ભૂલ માટે આડકતરી રીતે બીજાને દોષ આપે છે. તેનાથી સંબંધોમાં વિશ્વાસ ઓછો થાય છે. જો તમને લાગે કે, સંબંધમાં કંઈક ખોટું છે, તો તમારા અંતરાત્માના અવાજને સાંભળો.

અપમાનજનક વર્તન - જો તમારો સાથી તમને શારીરિક કે માનસિક કોઈપણ રીતે નુકસાન પહોંચાડે છે, તો તે એક વિશાળ રેડ ફ્લેગ છે. જો તે વાતચીતમાં તમારા પ્રત્યે નમ્ર સ્વભાવ ધરાવતો નથી, અને હંમેશા તમારું અપમાન કરે છે, તો આ તમારા માટે રેડ ફ્લેગ બની શકે છે. આવી સ્થિતિમાં તેનાથી બચવાના વિકલ્પો પર કામ કરવું જોઈએ.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X