Relationships Tips: તમારો પાર્ટનર તમારાથી ખુશ નથી? આ સંકેતો પરથી જાણો
Relationships Tips: જ્યારે બે લોકો પ્રેમમાં હોય છે, તો તેઓ રિલેશનશિપમાં આવે છે. રિલેશનશિપનો ઉદ્દેશ્ય એકબીજા સાથે રહેવું, એકબીજા માટે કંઇપણ કરી છુટવું, સપોર્ટ કરવો અને સૌથી મહત્વનું એકબીજાના સાથમાં ખુશ રહેવું. આવામાં જો તમારો પાર્ટનર તમારી સાથે દુખી છે, અથવા ખુશ નથી તો આ સંબંધનો કોઇ મતલબ નથી.
એક પાર્ટનરની આ ઉદાસી બંને માટે મુસીબતનું કારણ બની જાય છે, અને એવું લાગે છે કે, જાણે સંબંધમાં કંઈ જ બચ્યું નથી અને તેને માત્ર સાથે ખેંચવામાં આવી રહ્યું છે. આવામાં તમને તમારા સંબંધના ભારથી દબાઇને રહી જાવ છો, અને જીવવાનું ભૂલી તણાવમાં રહો છો.

જો તમને પણ લાગે છે કે, તમારો સંબંધ બ્રેકઅપ તરફ આગળ વધી રહ્યો છે, અથવા તેમાં હવે પહેલા જેવો સ્પાર્ક નથી રહ્યો, તો તેનું કારણ બની શકે છે કે, તમારો પાર્ટનર તમારાથી ખુશ નથી. આ અહેવાલમાં આપણે જાણીશું કે, એવા સંકેતો વિશે જેના દ્વારા જાણી શકાય છે કે, તમારો પાર્ટનર તમારાથી ખુશ નથી.
જીવનસાથી નારાજ હોવાના સંકેત
સરખી રીતે વાતચીત ન કરવી - જો તમારી અને તમારા પાર્ટનર વચ્ચે વાતચીત ન થતી હોય, તમારો પાર્ટનર તમારાથી અંતર રાખે, વાત કરવાથી બચે છે, ચર્ચા ન કરે અથવા લાંબી વાતચીતથી દૂર ભાગતા હોય, તો બની શકે છે કે, તે આ સંબંધમાં તમારાથી ખુશ નથી. તમારો પાર્ટનર તમારાથી દૂર થવા માંગે છે, પણ પોતાના તરફથી સંબંધ તોડવા નથી માંગતા પણ તેનું કારણ તમને બનાવવા માંગે છે.
તમારામાં કે તમારી કોઇ વાતમાં રસ ન લેવો - જો તમારા પાર્ટનરને તમે જે કહો છો, તેમાં રસ ન હોય અથવા તમારા જીવનમાં રસ ન લે અથવા અચાનક રસ લેવાનું બંધ કરી દીધું હોય, તો આ પણ નારાજગીની નિશાની હોઈ શકે છે. તમને ગમે થાય પણ તમારા પાર્ટનરને તમારી સમસ્યાથી કોઇ ફર્ક ન પડતો હોય, તમારી ખુશમાં પણ સહભાગી ન થાય તો તમારો પાર્ટનર તમારાથી દૂર થઇ ગયું છે, બસ છોડીને જવાની રાહ છે.
દરેક બાબતોમાં ઝઘડો કરવો - દરેક મુદ્દા પર લડવાનો અર્થ એ છે કે, કોઇ વાત તમારા જીવનસાથીને પરેશાન કરી રહી છે અથવા કોઇ અન્ય વ્યક્તિ તમારા જીવનસાથીના દિલમાં વસી ગયું છે, પણ તમને છોડતા તમારો જીવનસાથી અચકાય છે. તમારા જીવનસાથીનું આવું સતત વલણ તમને પરેશાન કરી શકે છે, અને તમને ચીડિયા બનાવે છે. આવી સ્થિતિમાં, જો તમારો પાર્ટનર દરેક મુદ્દા પર લડવા લાગે છે, તો બની શકે છે કે, તે તમારાથી ખુશ નથી અને તેને તમને છોડવું છે, પણ દોષનો ટોપલો તમારા પર ઢોળવા માંગે છે.
ભાવનાત્મકતાનો અભાવ - પાર્ટનર્સ તેમના મનની સૌથી ગાઢ વાતો એકબીજા સાથે શેર કરે છે, અને તેઓ ઈચ્છે છે કે કોઈ તેમને સમજે કે ન સમજે પણ તેમનો પાર્ટનર ચોક્કસપણે સમજે. જ્યારે જીવનસાથી ભાવનાત્મક રીતે ઉપલબ્ધ ન હોય અને તમારી વાત સાંભળવા માંગતા ન હોય, તો તે દુ:ખી થઇ શકે છે. ઓછું જોડાણ, ઓછો સપોર્ટ, ઓછી પ્રશંસા અને ભાવનાત્મક નિકટતાનો અભાવ એ દુઃખના સંકેતો છે. આવામાં જો તમારો પાર્ટનર તમારી સાથે કોઇ વાતો શેર કરતો નથી, તો તેને તમારા પર વિશ્વાસ નથી, આવામાં તેમની સાથે સંબંધ નિભાવવો મુશ્કેલ બની જાય છે, અને તમને ગુંગળામણ થવા લાગે છે.
સાથે સમય પસાર ન કરવો - જ્યારે પાર્ટનર્સ સાથે સમય વિતાવે છે, ત્યારે તેઓ એકબીજાને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરે છે, એકબીજાની કંપનીમાં ખુશ અને હળવાશ અનુભવે છે, પરંતુ જ્યારે પાર્ટનર સાથે સમય વિતાવવાથી ભાગવા લાગે છે, ત્યારે બની શકે છે કે તે તમારાથી ખુશ ન હોય. સમય હોવા છતાં સાથે સમય વિતાવવાનો અર્થ એ છે કે, તમારા પાર્ટનરને હવે તમારી સાથે સારું નથી લાગતું. આવામાં આ સંકેત છે કે, તમારા પાર્ટનરને અન્ય વ્યક્તિ ગમી ગઇ હોય, પણ તમારાથી દૂર થવાથી કોઇ મજબુરી રોકી રહી હોય શકે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. જેથી કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
