Winter Life Hacks: હિટર વગર પણ રહેશો ગરમ, આ રીતે નહીં લાગે ઠંડી

Winter Life Hacks: ઠંડીની ઋતુ શરૂ થઇ ગઇ છે. આ વર્ષે ઠંડીનું પ્રમાણ સામાન્ય કરતા વધારે છે. સામાન્ય રીતે લોકો શિયાળામાં બહાર વેકેશન માણવા નિકળી પડે છે. તો ઘણા લોકો ઘરમાંથી બહાર નિકળવાનું ટાળે છે.

જો તમે આ વર્ષે ઘરે જ રહેવાનું વિચારી રહ્યા છો, તો આ વિન્ટર લાઈફ હેક્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો તમે વિન્ટર લાઈફ હેક્સને અજમાવશો, તો તમારે આખી ઠંડી સિઝનમાં તમારા ઘરમાં રૂમ હીટર લગાવવાની પણ જરૂર નહીં પડે.

Winter Life Hacks

સરળ વિન્ટર લાઇફ હેક્સ
ઘરમાં આ ગરમ વસ્તુઓ રાખો - તમારા આખા ઘરના દરેક રૂમમાં ફ્લોર પર ગોદડાં ફેલાવો. આ તમારા પગને ઠંડી લાગવાથી બચાવશે. ગોદડાં નાખવાથી, તમારો ફ્લોર તેમજ તમારો રૂમ થોડો ગરમ રહેશે.

હોટ વોટર બેગનો ઉપયોગ કરો - રાત્રે સૂતી વખતે પોતાને ગરમ કરવા માટે હોટ વોટર બેગ શ્રેષ્ઠ અને સલામત વિકલ્પ છે. આનો ઉપયોગ કરીને તમે તમારી જાતને લાંબા સમય સુધી ગરમ રાખી શકો છો. આ ઉપરાંત તેની સાથે સૂવાથી, તમે ઝડપથી ઊંઘી જશો.

ભારે પડદા લગાવો - ઘરના દરવાજા અને બારીઓ પર ભારે પડદા લગાવવાથી ઠંડી હવા ઘરમાં આવતી અટકશે. આનાથી તમારું ઘર ગરમ રહેશે અને તમને ઠંડીનો અનુભવ નહીં થાય. તમારે રૂમ હીટરની જરૂર પડશે નહીં.

ફુલ સ્લીવના કપડાં પહેરો - જો તમે ઠંડા વાતાવરણમાં ઘરે હોવ તો પણ ફુલ સ્લીવના કપડાં પહેરવાનો પ્રયાસ કરો. તમારા હાથ અને પગને સારી રીતે ઢાંકીને રાખો. પગને ઢાંકવા માટે વૂલન મોજાં અને વૂલન પેન્ટનો ઉપયોગ કરો.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X