ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 : સંપૂર્ણ માહિતી
રાજ-કાજની સૌથી મોટી કસોટી એટલે કે ચૂંટણી. ગુજરાતમાં પણ સૌથી મોટી કસોટી યોજાવા માટેનું રણશિંગૂ ફૂંકાઇ ગયું છે. આ વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ચૂંટણી મેદાનમાં ખેલાડીઓની સ્થિતિ પાછલી ચૂંટણીઓની સરખામણીએ જુદી છે. ગુજરાતમાં બે મુખ્ય પક્ષો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને કોંગ્રેસ ઉપરાંત ત્રીજા પક્ષ ગુજરાત પરિવર્તન પાર્ટી પણ મહત્વની ભૂમિકા ભજવશે એવી ધારણા રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કરી છે.
ગુજરાતમાં નવા સીમાંકન મુજબ પ્રથમવાર યોજાઇ રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં બૂથ સ્તરે પાર્ટીઓના પ્રભાવનું પાણી તો મપાશે જ સાથે પાર્ટીઓમાં ટોચ પર બેઠેલા આગેવોનોના સામાન્ય નાગરિકોના પ્રભાવની પણ આકરી કસોટી થવાની છે.

છેલ્લી બે ચૂંટણીઓની જેમ ભાજપમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો એકમત કાયમ છે. જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ચૂંટણીમાં કોંગ્રેસની દિશા અને દશા બદલવા માટે સજ્જ થયા છે. ત્રીજા મોરચા તરીકે ગોરધન ઝડફિયાની પરિવર્તન પાર્ટી સાથે ભાજપના દિગ્ગજ નેતા અને એક સમયના મુખ્યમંત્રી રહી ચૂકેલા કેશુભાઇ પટેલે હાથ મિલાવી પટેલોના મત મેળવવા માટે મહેનત કરી છે.
મુખ્ય ચૂંટણી અધિકારી વી એસ સંપતે 3 ઑક્ટોબર, 2012ના રોજ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવી હતી. ગુજરાતમાં 182 બેઠકો માટેની ચૂંટણી બે તબક્કામાં 13 અને 17 ડિસેમ્બર, 2012ના રોજ યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં 87 બેઠક અને બીજા તબક્કામાં 95 બેઠક પર મતદાન યોજાશે. જ્યારે મત ગણતરી 20 ડિસેમ્બર, 2012ના રોજ યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ 17 જાન્યુઆરી, 2013ના રોજ પૂરી થાય છે.
વાંચો ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 ના સમાચાર
| ગુજરાતમાં ચૂંટણીના મહત્વના આંકડા |
| કુલ બેઠકો 182, જનરલ 143, એસસી બેઠકો 13, એસટી બેઠકો 26 |
| ગુજરાતમાં કુલ મતદાન મથકો 44,579 |
| ગુજરાતમાં સંવેદનશીલ મતદાન મથકો 17,029 |
| ગુજરાતમાં કુલ મતદારો 38077454 |
| ગુજરાતમાં કુલ પુરુષ મતદારો 19933543 |
| ગુજરાતમાં કુલ સ્ત્રી મતદારો 18143714 |
| ગુજરાતમાં કુલ અન્ય મતદારો 197 |
| ગુજરાતમાં 99 ટકા વોટર કાર્ડ તૈયાર |
| ગુજરાતમાં ચૂંટણીની તારીખવાર પ્રક્રિયા |
| અધિસૂચનાની જાહેરાત |
| પ્રથમ તબક્કા માટે - 17 નવેમ્બર, 2012 |
| દ્વિતિય તબક્કા માટે - 23 નવેમ્બર, 2012 |
| ચૂંટણી ફોર્મ ભરવાની તારીખ |
| પ્રથમ તબક્કા માટે - 24 નવેમ્બર, 2012 |
| દ્વિતિય તબક્કા માટે - 30 નવેમ્બર, 2012 |
| ચૂંટણી ફોર્મની ચકાસણીની તારીખ |
| પ્રથમ તબક્કા માટે - 26 નવેમ્બર, 2012 |
| દ્વિતિય તબક્કા માટે - 1 ડિસેમ્બર, 2012 |
| ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાની તારીખ |
| પ્રથમ તબક્કા માટે - 28 નવેમ્બર, 2012 |
| દ્વિતિય તબક્કા માટે - 3 ડિસેમ્બર, 2012 |
| ચૂંટણીમાં મતદાનની તારીખ |
| પ્રથમ તબક્કા માટે - 13 ડિસેમ્બર, 2012 |
| દ્વિતિય તબક્કા માટે - 17 ડિસેમ્બર, 2012 |
| મતદાન ગણતરીની તારીખ |
| બંને તબક્કા માટે 20 ડિસેમ્બર, 2012ના રોજ મતગણતરી થશે. |
| ચૂંટણી પ્રક્રિયાનો છેલ્લો દિવસ |
| ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની પ્રક્રિયાનો અંતિમ દિવસ 24 ડિસેમ્બર, 2012 રહેશે. |
| ચૂંટણી પંચની અગત્યની જાહેરાતો |
| -બધું મતદાન ઇવીએમથી થશે. ઇવીએમનું કામ 100 ટકા પૂરું. |
| -ફોન પ્રુફ સિક્યુરિટી એરેન્જમેન્ટ, પોલીસ ફોર્સ, અન્ય સુરક્ષાદળો તૈનાત કરાશે. |
| -ખર્ચ પર નિયંત્રણ રાખવામાં આવશે. |
| -પેઇડ ન્યુઝ પર નજર રાખવા ત્રણ સ્તરીય સમિતિ રચાશે. |
| -ઉમેદવારે ચૂંટણી ખર્ચાના હિસાબ માટે અલગ બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે. |
| -ઉમેદવારો અગાઉ બે એફિડેવિટ રજૂ કરતા હતા, ક્રિમિનલ અને માહિતી હવે એક જ ફોર્મમાં ટૂંકી માહિતી મૂકવામાં આવશે, આ અંગેનું ફોર્મેટ વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. |
| -ત્રણ કમિટી હશે મીડિયા, સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી રચવામાં આવશે. |
| -જિલ્લા સ્તરે કડક રીતે સમયનું પાલન કરવામાં આવશે. |
| -પાછલી ચૂંટણીઓમાં જે ચૂંટણી અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી કે જેમની સામે આરોપ છે તેમને દૂર રાખવામાં આવશે. |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| પ્રથમ તબક્કો-13 ડિસેમ્બર, 2012 |
| પ્રથમ તબક્કે આ 87 બેઠકો માટે મતદાન થશે. તેમાં સૌરાષ્ટ્રની તમામ 49 તથા દક્ષિણ ગુજરાતની તમામ 34 બેઠકો માટે મતદાન થશે. પ્રથમ તબક્કે ઉત્તર ગુજરાતની 4 બેઠકો માટે પણ મતદાન થશે. |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||












Click it and Unblock the Notifications
