International Literacy Day 2022 : જાણો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસનો ઇતિહાસ, મહત્વ અને થીમ
કોઈપણ દેશના વિકાસ માટે સાક્ષરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશના નાગરિકો જેટલા સાક્ષર હશે, તેટલો જ દેશ વધારે પ્રગતિ કરી શકશે. લોકોને સાક્ષરતાના આ મહત્વ વિશે જાગૃત કરવા દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છ
International Literacy Day 2022 : કોઈપણ દેશના વિકાસ માટે સાક્ષરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશના નાગરિકો જેટલા સાક્ષર હશે, તેટલો જ દેશ વધારે પ્રગતિ કરી શકશે. લોકોને સાક્ષરતાના આ મહત્વ વિશે જાગૃત કરવા દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

પ્રશંસનીય કામ કરી રહ્યું છે ભારત
આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ 8 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. સમાજમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી સમગ્ર વિશ્વમાંસાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ સાક્ષરતા દિવસને મહત્વના દિવસ તરીકે ઉજવવામાં આવે છે
ભારતમાં પણ વિશ્વ સાક્ષરતા દિવસને મહત્વના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સર્વ શિક્ષા અભિયાન દ્વારા સાક્ષરતાની દિશામાં પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે.

સાક્ષરતા દિવસનો ઇતિહાસ અને આ વર્ષની થી
ચાલો જાણીએ કે, વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી ક્યારે અને શા માટે શરૂ થઈ? પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે અને કોણે ઉજવ્યો? સાક્ષરતા દિવસનો ઇતિહાસ અને આ વર્ષની થીમ શું છે.

સાક્ષરતા એટલે શું?
International Literacy Day ની ઉજવણી કરતા પહેલા તમારે જાણવું જોઈએ કે, સાક્ષરતા શું છે. સાક્ષરતા શબ્દ સાક્ષર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે વાંચવા અને લખવા માટે સક્ષમ. વિશ્વના તમામ દેશો દરેક વર્ગના તેમના નાગરિકો સુધી શિક્ષણનો ફેલાવો કરવાના ઉદ્દેશ્ય સાથે સાક્ષરતા દિવસની ઉજવણી કરે છે.

સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
દર વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાક્ષરતા દિવસ સૌ પ્રથમ 1966 માંઉજવવામાં આવ્યો હતો. ત્યારથી International Literacy Day ની ઉજવણી શરૂ થઈ હતી.

સાક્ષરતા દિવસનો ઇતિહાસ
યુનેસ્કોએ 7 નવેમ્બર 1965ના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારથી, 8 સપ્ટેમ્બર 1966 થી દર વર્ષે International Literacy Day ની ઉજવણી કરવામાં આવી રહી છે.

સાક્ષરતા દિવસ 2022 ની થીમ
દર વર્ષે સાક્ષરતા દિવસની ચોક્કસ થીમ હોય છે. વર્ષ 2021 માટેની થીમ "માનવ-કેન્દ્રિત પુનઃપ્રાપ્તિ માટે સાક્ષરતા: ડિજિટલ વિભાજનનેદૂર કરવી" હતી. આ વર્ષે સાક્ષરતા દિવસ 2022 ની થીમ 'ટ્રાન્સફોર્મિંગ લિટરસી લર્નિંગ સ્પેસ' છે.

ભારતમાં સાક્ષરતાના આંકડા
ભારતમાં સાક્ષરતા દરની વાત કરીએ તો તે વિશ્વના સાક્ષરતા દર કરતા 84 ટકા ઓછો છે. વર્ષ 2011 માં ભારતનો કુલ સાક્ષરતા દર74.4 ટકા છે, જેમાં પુરૂષ સાક્ષરતા 82.37 ટકા અને સ્ત્રી સાક્ષરતા 65.79 ટકા છે. બંનેના સાક્ષરતાના આંકડામાં ઘણો તફાવત છે.
કેરળ દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય છે અને બિહાર સૌથી ઓછું સાક્ષર રાજ્ય છે. ઉત્તર પ્રદેશ પાંચ સૌથી ઓછા સાક્ષર રાજ્યોમાં શામેલ છે. ટોપ ટેન સાક્ષર રાજ્યોની યાદીમાં ગુજરાતનો સમાવેશ નથી.

ગુજરાતમાં સાક્ષરતાના આંકડા
ગુજરાતમાં સાક્ષરતા દરમાં વધારો જોવા મળ્યો છે અને 2011ની વસ્તી ગણતરી મુજબ 78.03 ટકા છે. તેમાંથી પુરૂષ સાક્ષરતા 85.75 ટકા જ્યારે સ્ત્રી સાક્ષરતા 69.68 ટકા છે. જેમાં સુરત 85.53 અને અમદાવાદમાં 85.31 ટકા સાથે મોખરે છે, જ્યારે દાહોદમાં સૌથી 58.82 ટકા છે.












Click it and Unblock the Notifications
