
DFCCIL ની વિવિધ પોસ્ટ માટે એડમિટ કાર્ડ જારી કરાયા, સપ્ટેમ્બરના અંતમાં પરિક્ષા!
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા DFCCIL (ભારતીય રેલવે) એ વિવિધ વિભાગોમાં એક્ઝિક્યુટિવ, જુનિયર એક્ઝિક્યુટિવ અને જુનિયર મેનેજર પદ પર ભરતી માટે એડમિટ જારી કર્યા છે. જે ઉમેદવારોએ DFCCIL ની વિવિધ જગ્યાઓ માટે અરજી કરી હતી તે સત્તાવાર વેબસાઇટ dfccil.com પર જઈને ડાઉનલોડ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે DFCCIL ની વિવિધ જગ્યાઓની ભરતી માટેની પરીક્ષા 27 થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ પગલાંને અનુસરીને ઉમેદવારો તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
-સૌ પ્રથમ ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ dfccil.com પર જવાનું રહેશે.
-DFFCIL એડમિટ કાર્ડ માટેની લિંક વેબસાઈટના હોમ પેજ પર આપવામાં આવશે, તેના પર ક્લિક કરો.
-તે પછી તમારું યુઝર નેમ, ID અને પાસવર્ડ દાખલ કરો.
-એડમિટ કાર્ડ તમારી સ્ક્રીન પર આવી જશે.
તમને જણાવી દઈએ કે લેખિત પરીક્ષામાં ઉમેદવારોએ આ એડમિટ કાર્ડ પોતાની સાથે લાવવાનું રહેશે. આ ઉપરાંત તેની સાથે એક આઈડી પ્રૂફ પણ લઈ જવું પડશે. લેખિત પરીક્ષા સંપૂર્ણપણે ઓનલાઈન મોડમાં થશે. ત્રણ સત્રોમાં લેવાનારી આ પરીક્ષાનો સમયગાળો 2 કલાકનો રહેશે. પ્રશ્નપત્ર અંગ્રેજી અને હિન્દીમાં સેટ કરવામાં આવશે. દરેક ખોટા જવાબ માટે (0.25) ગુણનું નેગેટિવ માર્કિંગ પણ હશે.