For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા ગ્રેજ્યુએટ્સ માટે ગુડ ન્યૂજ, આ વિમાન કંપની 2023માં કરશે 13000થી વધુની ભરતી

મોટાભાગની કંપનીઓ છંટણી કરી રહી છે ત્યારે એરબસ નામની કંપનીએ હજારોની સંખ્યામાં નવી ભરતી બહાર પાડવાની ઘોષણા કરી છે.

|
Google Oneindia Gujarati News

Airbus Recruitment: છંટણીના સમયમાં એરબસ ઉમ્મીદની નવી કિરણ બનીને સામે આવી છે. યૂરોપની એરક્રાફ્ટ બનાવતી કંપનીએ 26 જાન્યુઆરીએ પોતાના નિવેદનમાં ઘોષણા કરી હતી કે 2023માં દુનિયાભરમાંથી 13000થી વધુ લોકોની ભરતી કરવાની યોજના છે. આ ભરતીથી એરબસને કોમર્શિયલ એરક્રાફ્ટ ઓપરેશન આગળ વધારવા અને ડિફેંસ, સ્પેસ અને હેલિકોપ્ટર સાથે જોડાયેલા પડકારોથી બહાર નિકળવામાં મદદ મળશે. આ નવી નોકરીઓમાંથી લગભગ 7000 નવી પોસ્ટ હશે. 9000થી વધુ પોસ્ટ યુરોપ માટે હશે અને બાકીની કંપનીના ગ્લોબલ નેટવર્ક સાથે જોડાયેલી હશે.

airbus

2022માં પણ તગડી ભરતી કરી હતી

રૉયટર્સના અહેવાલ મુજબ એરબસે કહ્યું કે 2022માં કંપનીએ પહેલેથી જ જબરી ભરતી કરી લીધી હતી અને દુનિયાભરમાં તેમના કર્મચારીઓની સંખ્યા 1,30,000 થઇ ગઇ છે. નવી ભરતીઓમાંથી એક તૃતિયાંશ પોસ્ટ પર હાલમાં જ ગ્રેજ્યુએટ થયેલા યુવાનોને નોકરી આપવામાં આવશે.

એવિએશનનું ફ્યૂચર તૈયાર કરી રહી છે કંપની

દુનિયાભરમાં થનાર આ રિક્રૂટમેન્ટમાં ટેક્નિકલ અને મેન્યુફેક્ચરિંગની સાથે જ કંપનીના નવી એનર્જી, સાઇબર અને ડિજિટલ જેવા દિર્ઘકાલિન વિઝનને સપોર્ટ આપનાર નવી સ્કિલ્સ પર જોર આપવામાં આવશે. નવી ભરતીઓથી કંપનીના ડિકાર્બોનાઇઝેશનના મહત્વકાંક્ષી રોડમેપ અને એવિએશનના ભવિષ્યને તૈયાર કરવા પર જોર આપવામાં આવશે.

એરબસમાં ભરતી સાથે જોડાયેલા સમાચાર એટલા માટે પણ મહત્વના છે, કેમ કે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર છંટણીના સમાચારોનું પૂર આવ્યું છે. કંપનીઓ કોસ્ટમાં કટૌતી અને મંદીના ડરથી હજારો લોકોને નોકરીમાંથી કાઢી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે છંટણીનો આ પ્રવાહ 2023માં ચાલુ રહેશે. આ વર્ષે પહેલા મહિનામાં જ લગભગ 67268 લોકો પોતાની નોકરી ગુમાવી ચૂક્યા છે.

English summary
Airbus planning to hire more than 13000 in Year 2023
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X