For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IFFCO માં બમ્પર ભરતી, જાણો સમગ્ર વિગતો

સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. IFFCO એ અકાઉન્ટ્સ ટ્રેઇની અને એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેનીની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. IFFCO એ અકાઉન્ટ્સ ટ્રેઇની અને એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેનીની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ જગ્યાઓ પર ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો iffco.in અથવા iffcoyuva.in પર જઈને અરજી કરી શકે છે. અરજી કરવાનાં સ્ટેપ્સ ઓફિસિયલ વેબસાઇટ પર આપવામાં આવ્યા છે.

jobs

લાયકાત

કૃષિ સ્નાતક તાલીમાર્થી : ઉમેદવારો પાસે B.Sc કૃષિ પૂર્ણ સમયની નિયમિત ડિગ્રી હોવી આવશ્યક છે. સામાન્ય અને OBC કેટેગરીના ઉમેદવારો માટે 60 ટકા માર્ક્સ અને SC/ST કેટેગરીના ઉમેદવારો માટે 55 ટકા માર્ક્સ હોવા ફરજિયાત છે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને અન્ય પોસ્ટ્સની પાત્રતા સંબંધિત વિગતો ચકાસી શકે છે.

પગાર

અકાઉન્ટ્સ ટ્રેઇની : ઉમેદવારોએ એક વર્ષ માટે તાલીમ લેવી પડશે. આ દરમિયાન તેને 36 હજાર રૂપિયાનો પગાર મળશે. આ પછી પગાર વધારીને 40 હજારથી ઉપર કરવામાં આવશે.

એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ ટ્રેઇની : આ પોસ્ટ પર ટ્રેનિંગ દરમિયાન દર મહિને 33 હજાર રૂપિયા આપવામાં આવશે. જે બાદ દર મહિને 37 હજારથી 70 હજારની વચ્ચે પગાર આપવામાં આવશે.

વય મર્યાદા

જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, આ પોસ્ટ માટે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વય મર્યાદામાં 5 વર્ષ અને OBC ઉમેદવારો માટે 3 વર્ષની છૂટછાટ હશે.

પસંદગી પ્રક્રિયા

શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન ટેસ્ટમાં હાજર રહેવું પડશે. આ પરીક્ષા દેશના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે.

આવી રીતે કરો અરજી

  • ઉમેદવારોની ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લો.
  • વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરો.
  • જે બાદ લોગ ઇન કરો અને અરજી ફોર્મ ભરો.
  • અરજી ફોર્મમાં ફોટો, સહી અને અન્ય દસ્તાવેજો અપલોડ કરો.
  • પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમે એપ્લિકેશનની પ્રિન્ટ લઈ શકો છો.
English summary
Bumper Recruitment at IFFCO, know Full Details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X