For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IBPS સહિત વિવિધ ક્ષેત્રોમાં નીકળી બંપર ભરતી

IBPSથી લઈ દિલ્હી યૂનિવર્સિટી સુધીની આ ભરતીઓ માટે આ અઠવાડિયે અરજી કરો

|
Google Oneindia Gujarati News

કોરોના કાળમાં પોતાના ચરમ સ્તરે પહોંચેલી બેરોજગારીની સમસ્યા હવે ધીરે ધીરે ઘટી રહી છે. જેનું કારણ છે કેટલાય સરકારી ક્ષેત્રો અને સાર્વજનિક ઉપક્રમોમાં નોકરીઓ નીકળી છે, જેના માટે 10મું અને 12મું પાસ ઈચ્છુક ઉમેદવારો અરજી કરી શકે છે. અરજી કરવા માટે ભરતી સંબંધિત વેબસાઈટ પર જવું પડશે અને ત્યાં જઈ અરજી કરવી પડશે. ઉમેદવારે છેલ્લી તારીખ પહેલાં અરજી કરવાનું ભૂલવું નહીં, નહિતર ભરતી પ્રક્રિયા સમાપ્ત થઈ જશે.

vacancy

આવતા અઠવાડિયે આ પ્રકારે ભરતીઓ થશે

ઈન્ડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડે વિવિધ શાખાઓમાં જૂનિયર એન્જીનિયર આસિસ્ટન્ટ, જૂનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ, જૂનિયર મટિરિયલ આસિસ્ટન્ટ અને જૂનિયર નર્સિંગ આસિસ્ટન્ટના પદ માટે ભરતી કાઢી છે. 533 કુલ પદો પર ભરતી કાઢવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓક્ટોબરે છે. ભરતી સંબંધિત વધુ જાણકારી માટે ઉમેદવાર આ લિંક પર ક્લિક કરેઃ- IOCL ભરતી 2021 નોટિફિકેશન

દિલ્હી યૂનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી

દિલ્હી યૂનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે 251 પદો પર ભરતી નીકળી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સત્તાવાર પોર્ટલ du.ac.in પર જઈ અરજી કરી શકે છે. આ ભરતી વિવિધ વિષયો માટે નીકળી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે. મેરિટ યાદી બનાવતી વખતે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, એમફિલ, પીએચડી, નેટ-જેઆરએફ, નેટ અને શિક્ષણ અથવા પોસ્ટ-ડૉક્ટરલમાં ઉમેદવારો દ્વારા પ્રાપ્ત અંકોને ધ્યાનમાં રાખવામાં આવશે. શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને ફરી વ્યક્તિગત સાક્ષાત્કાર માટે બોલાવવામાં આવશે. ભરતી સંબંધિત આ લિંક પર ક્લિક કરોઃ- ભરતીની નોટિફિકેશન

IBPS ભરતી 2021

ઈન્સ્ટિટ્યૂટ ઑફ બેંકિંગ પર્સનલ સિલેક્શને આસિસ્ટન્ટ પ્રોફેસર, ફેકલ્ટી રિસર્ચ એસોસિએટ, રિસર્ચ એસોસિએટ, હિંદી પ્રોફેસર, આઈટી એન્જીનિયર, આઈટી ડેટાબેસ એડમિનિસ્ટ્રેટર અને સોફ્ટવેર ડેવલપર સહિત વિવિધો પદો માટે ભરતી બહાર પાડી છે. આ પરીક્ષામાં બેસવા માટે ઈચ્છુક અને લાયક ઉમેદવારોએ 14 ઓક્ટોબર પહેલાં સત્તાવાર વેબસાઈટ ibps.in પર જઈ અરજી કરવી પડશે. ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા બાદ ઈન્ટર્વ્યૂના માધ્યમથી થશે. તમામ પદો માટે અરજી ફી 1000 રૂપિયા છે.

SBI SCO ભરતી 2021

ભારતીય સ્ટેટ બેંકે પોતાની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર સ્પેશિયલિસ્ટ કેડર ઑફિસર પદોની નિયુક્તિ માટે નોટિફિકેશન બહાર પાડી છે. કુલ 38 ખાલી જગ્યા ભરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારોએ 18 ઓક્ટોબર પહેલાં અરજી કરવી પડશે. 15 નવેમ્બરે પરીક્ષા લેવાશે.

English summary
bumper recruitment in various sectors including IBPS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X