CA results 2021 : આ રીતે ચેક કરો CA નું પરિણામ
CA ના વિદ્યાર્થીઓના પરિણામની રાહ પૂરી થઈ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અભ્યાસક્રમોનું પરિણામ જાહેર થવાનું છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ નોટિસ જારી કરીને આ અંગે માહિતી આપી છે.
CA results 2021 : CA ના વિદ્યાર્થીઓના પરિણામની રાહ પૂરી થઈ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અભ્યાસક્રમોનું પરિણામ જાહેર થવાનું છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ નોટિસ જારી કરીને આ અંગે માહિતી આપી છે. ICAI એ માહિતી આપી છે કે, CA નું પરિણામ 2021 સોમવારના રોજ એટલે કે 13 સપ્ટેમ્બર, 2021 અથવા મંગળવાર 14 સપ્ટેમ્બર 2021 ના રોજ જાહેર કરવામાં આવશે. આ સાથે સંસ્થાએ પરિણામ કેવી રીતે મેળવવું, તે પણ જણાવ્યું છે. જાણો વિગતો...

ICAI દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના મુજબ સંસ્થા હાલમાં CA અંતિમ પરીક્ષા (જૂના અને નવા અભ્યાસક્રમ) અને CA ફાઉન્ડેશન પરીક્ષાના પરિણામો જાહેર કરશે. આ પરીક્ષાઓ જુલાઈ 2021માં લેવામાં આવી હતી.
How to check CA result : આ વેબસાઇટ્સ પર પરિણામો તપાસ
- icaiexam.icai.org
- caresults.icai.org
- icai.nic.in
આ ત્રણ વેબસાઇટ્સ ICAIની સત્તાવાર છે. સંસ્થાએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓ આ ત્રણ વેબસાઇટ પર તેમના પરિણામો ચકાસી શકે છે. જો આજે એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવે તો સાંજ સુધીમાં તમને આ વેબસાઇટ્સ પર તેની લિંક મળી જશે.
CAનું પરિણામ કેવી રીતે જોઇ શકશો?
- ઉપર જણાવેલી કોઈપણ વેબસાઈટ પર જાઓ.
- જુલાઇ 2021 ના CA પરિણામ સંબંધિત લિંક પર ક્લિક કરો.
- જે બાદ નવું પેજ ખુલશે.
- અહીં આપવામાં આવેલી જગ્યામાં, તમારે તમારો ICAI રજિસ્ટ્રેશન નંબર અથવા પિન નંબર અને રોલ નંબર ભરીને સબમિટ કરવાનું રહેશે.
- તમારું રિઝલ્ટ સબમિટ થતાં જ તમારી સામે હશે.
- તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરો અને નકલ સાચવો.
- તમારા રિઝલ્ટની સલામતી માટે પ્રિન્ટ આઉટ લો અને તેને તમારી સાથે રાખો.
ICAI CAનું પરિણામ ઇમેઇલ દ્વારા CA પરિણામ કેવી રીતે મેળશો?
વેબસાઇટ્સ ઉપરાંત ICAIએ ઇ મેઇલ દ્વારા પરિણામ મેળવવાની સુવિધા પણ આપી છે, પરંતુ આ માટે તમારે ICAI ની વેબસાઈટ icaiexam.icai.org પર જઈને વિનંતી રજિસ્ટર કરવી પડશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જે વિદ્યાર્થીઓ વિનંતીની રજિસ્ટ્રેશન કરે છે, તેઓ તેમના દ્વારા દાખલ કરાયેલા ઈ મેલ આઇડી પર પરિણામ જાહેર થયા બાદ તરત જ તેનું પરિણામ મેળવી લેશે.












Click it and Unblock the Notifications
