CA Topper Nandini Agrawal: કોણ છે 19 વર્ષની ઉંમરે CA ટૉપ કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર નંદિની અગ્રવાલ?

CA Topper Nandini Agrawal : ભારતમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) બનવુ એ એક મોટી ચેલેન્જ હોય છે. હજારો વિદ્યાર્થીઓ વર્ષો સુધી તૈયારી કરતા રહે છે છતાં સફળતા હાંસલ નથી કરી શકતા.

જો કે મધ્ય પ્રદેશના મોરેનાની નંદિની અગ્રવાલે આ અઘરી પરીક્ષાને માત્ર પાસ જ નથી કરી પરંતુ 19 વર્ષની નાની ઉંમરે સમગ્ર દેશમાં CA ફાઈનલમાં પ્રથમ સ્થાન હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે.

CA Topper Nandini Agrawal

નંદિનીનો જન્મ 18 ઑક્ટોબર 2001માં થયો હતો. વર્ષ 2021માં જ્યારે તેમની ઉંમર માત્ર 19 વર્ષ 8 મહિના હતી ત્યારે તેમણે CA ફાઈનલ (New Course)માં ઓલ ઇન્ડિયા રેન્ક 1 (AIR 1) મેળવી વિશ્વની સૌથી યુવાન મહિલા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાનુ ગૌરવ મેળવ્યુ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સે પણ આ સિદ્ધિ માન્યતા આપી છે.

ઉલ્લેખનિય છે કે માત્ર 16 વર્ષની ઉંમરે પણ નંદિનીએ CA ઇન્ટરમિડીયટમાં AIR 31 હાંસલ કરી હતી. પોતાની કારકિર્દીની શરૂઆત તેમણે PwCમાં ટ્રેઇની તરીકે કરી હતી.ત્યારબાદ Boston Consulting Group (BCG)માં મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે અને G20 ટીમ સાથે પણ કામ કર્યું છે. હાલ તેઓ એક ખાનગી ઇક્વિટી એનાલિસ્ટ તરીકે સેવા આપી રહી છે.

નંદિની સોશિયલ મિડિયા પર પણ સક્રિય છે. તેના Instagram પર 74,000થી વધુ ફૉલોવર્સ અને YouTube પર 2 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે, જ્યાં તેઓ CA તૈયારી અને કરિયર ટિપ્સ શેર કરે છે.

તેણી માને છે કે મહેનત, ધીરજ અને પરિવારનું સહયોગ હોવા પર કોઈ પણ ઉંમરે મહાન સફળતા મેળવી શકાય છે. નંદિનીની સફળતા આજે લાખો યુવાનો માટે પ્રેરણાનું સ્ત્રોત બની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X