CAT 2021 : ઉમેદવાર માટે જારી કરાઈ માર્ગદર્શિકા, આ ડ્રેસ કોડ ફરજીયાત!

IIM અમદાવાદે રવિવારે યોજાનારી CAT પરીક્ષા 2021 અંગે ઉમેદવારો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. પેપર આપનાર દરેક વિદ્યાર્થીએ આ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે.

નવી દિલ્હી, 27 નવેમ્બર : IIM અમદાવાદે રવિવારે યોજાનારી CAT પરીક્ષા 2021 અંગે ઉમેદવારો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. પેપર આપનાર દરેક વિદ્યાર્થીએ આ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે. જો કે, આ માર્ગદર્શિકા પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો માટે થોડી અલગ છે. આવતીકાલે પરીક્ષામાં બેસનાર તમામ ઉમેદવારોએ આ માર્ગદર્શિકા અવશ્ય વાંચવી. સંપૂર્ણ માર્ગદર્શિકા IIM ની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

IIM Ahmedabad

CAT પરીક્ષા 2021 ની માર્ગદર્શિકામાં પુરુષ અને સ્ત્રી ઉમેદવારો માટે ડ્રેસ કોડ નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેનું પાલન કરવું જરૂરી છે. આ ઉપરાંત કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું એ પણ માર્ગદર્શિકાનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે. આવો અમે તમને જણાવીએ કે ગાઈડલાઈનમાં કઈ બાબતો મહત્વપૂર્ણ છે.

કોવિડ પ્રોટોકોલ મુજબ, ઉમેદવારોએ દરેક સમયે માસ્ક પહેરવાનું રહેશે, કારણ કે તેના વિના ઉમેદવારોને પરીક્ષા ખંડમાં બેસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય મહિલા ઉમેદવારો હાઈ હિલ્સ અને પુરૂષ ઉમેદવારોને ઉંચા શુઝ પહેરીને આવવાની મંજુરી નથી. આ સિવાય ખિસ્સા વગરના સ્વેટરને મંજૂરી આપવામાં આવી છે. તે ઉપરાંત જીન્સ, પેન્ટ અથવા ટ્રાઉઝરમાં વધુ પોકેટ ન હોવા જોઈએ. જો વધુ ખિસ્સા હશે તો પરવાનગી આપવામાં આવશે નહીં.

માર્ગદર્શિકા અનુસાર, કપડાંમાં મોટા બટન ન હોવા જોઈએ. જ્વેલરી પહેરવાની મંજૂરી આપવામાં આવી નથી. પરીક્ષા ખંડમાં કોઈપણ મોંઘી વસ્તુ પહેરવા દેવામાં આવશે નહીં. જે ઉમેદવારોના હાથ પર મહેંદી છે તેમને પ્રવેશ આપવામાં નહીં આવે, કારણ કે તે ઉમેદવારની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ મેળવવામાં મુશ્કેલી ઊભી કરશે. પરીક્ષા ખંડમાં કોઈ બેગને મંજૂરી નથી. પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ, મોબાઈલ ફોન, ઘડિયાળ, કેલ્ક્યુલેટર અથવા તો ગોગલ્સ લઈ જવાની મંજૂરી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X