Cbse new exam pattern : 2026 થી સંપુર્ણ બદલાઈ જશે CBSE બોર્ડ પરીક્ષા સિસ્ટમ, હવે વિદ્યાર્થીઓ પાસે હશે બે મોકા
Cbse new exam pattern : ભારતમાં 2026 થી શિક્ષણ જગતમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યાં છે. 2026 થી CBSE બોર્ડની 10માં ધોરણની પરીક્ષામાં મોટા ફેરફાર થવા જઈ રહ્યાં છે.
સીબીએસઈ બોર્ડે આ મોટા ફેરફારને લઈને નિર્ણય કર્યો છે. આ અંતર્ગત 2026 થી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા વર્ષે બે વખત યોજાશે.

હાલ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ દર વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે યોજાય છે. COVID-19 મહામારી દરમિયાન CBSE એ એક વિશેષ પગલાં રૂપે પરીક્ષાઓને બે સત્રોમાં વહેંચી હતી. જો કે, સ્થિતિ સામાન્ય થતા જ બોર્ડે પરંપરાગત વાર્ષિક પરીક્ષા પ્રણાલીને ફરી સ્વીકારવાનો નિર્ણય લીધો હતો.
CBSE અનુસાર, 10મી ધોરણની બોર્ડ પરીક્ષાનો પ્રથમ તબક્કો ફેબ્રુઆરી-માર્ચમાં અને બીજો મે મહિનામાં યોજાશે. વિદ્યાર્થીઓને બંને પરીક્ષાઓમાં હાજર થવાનો વિકલ્પ હશે, પરંતુ તે ફરજિયાત નહીં હોય.
જો કોઈ વિદ્યાર્થીને પ્રથમ પરીક્ષાથી સંતોષ ન હોય તો બીજી પરીક્ષા આપી શકે છે અને પોતાના ગુણ સુધારી શકે છે. રિપોર્ટ અનુસાર, 10મી ધોરણની બોર્ડ પરીક્ષાનો પ્રથમ તબક્કો 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ 2026 સુધી અને બીજો તબક્કો 5 મે થી 20 મે 2026 સુધી યોજાશે.
CBSE નો આ નિર્ણય નવી શિક્ષણ નીતિ (NEP) હેઠળ લેવામાં આવ્યો છે. આ પ્રક્રિયા વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય અને શીખવાની પદ્ધતિને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવી છે. આ ફેરફાર દ્વારા પરીક્ષાનો ભય ઓછો થશે અને વિદ્યાર્થીઓને તૈયારી માટે વધુ સ્પેસ મળશે.












Click it and Unblock the Notifications
