કેન્દ્ર સરકાર લદ્દાખમાં અલગ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન સેન્ટર સ્થાપશે-ડો.જીતેન્દ્ર સિંહ

કેન્દ્ર સરકાર લદ્દાખમાં અલગ સિવિલ સર્વિસ એક્ઝામિનેશન સેન્ટર સ્થાપશે-ડો.જીતેન્દ્ર સિંહ

કેન્દ્રીય મંત્રી ડો.જીતેન્દ્ર સિંહે બુધવારે જાહેરાત કરી હતી કે સરકાર લદ્દાખ માટે અલગ સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશન (CSE) કેન્દ્ર સ્થાપશે અને આ કેન્દ્ર લેહમાં હશે. જણાવી દઈએ કે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર આર.કે. માથુર જીતેન્દ્ર સિંહ સાથે આઈએએસ અધિકારીઓની નિમણૂક અને સેવા સંબંધિત અન્ય બાબતો પર ચર્ચા કરવા દિલ્હી આવ્યા હતા, ત્યારબાદ આ જાહેરાત કરવામાં આવી હતી.

UPSC

આ બેઠક બાદ આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) 10 ઓક્ટોબરના રોજ પ્રથમ વખત યોજાનારી સિવિલ સર્વિસિસ (પ્રિલિમિનરી) પરીક્ષા 2021 લેવા માટે આ વર્ષથી લેહમાં એક પરીક્ષા કેન્દ્ર સંચાલિત કરશે. એક નિવેદનમાં કર્મચારી મંત્રાલયે જણાવ્યું હતું કે, લદ્દાખના યુવાનોની લાંબા સમયથી ચાલતી માંગને પૂર્ણ કરાશે, જેમને દેશના અન્ય ભાગોમાં પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં ભાડા અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ વિશે ફરિયાદ કરી હતી.

જિતેન્દ્ર સિંહે એમ પણ કહ્યું કે, સ્ટાફ સિલેક્શન કમિશન લદ્દાખ સરકારમાં ગ્રુપ બી અને સી પોસ્ટ પર પસંદગી માટે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટનું આયોજન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ સિસ્ટમ યોગ્યતાના આધારે મુક્ત અને ન્યાયી પસંદગીની સુવિધા આપશે. તેમણે કહ્યું કે લેહ સ્થિત લેમડન ઓનલાઈન એસેસમેન્ટ ઈન્સ્ટીટ્યુટ એસએસસી પરીક્ષાઓની સુવિધા આપી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X