ફેસબુકની પેરંટ કંપની મેટા વધુ કર્મચારીઓની કરશે છટણી, ગયા વર્ષે જ 11 હજાર કર્મચારીઓએ નોકરી ગુમાવી
ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર છટણી કરવાની તૈયારી કરી રહી છે. કંપની ટૂંક સમયમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી શકે છે.
ફેસબુકની પેરન્ટ કંપની મેટા આગામી દિવસોમાં વધુ કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર મેટા હજારો કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે, આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે કંપની વધુ કર્મચારીઓની છટણી નહીં કરે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, મેટા ફરી એકવાર નવી છટણીની તૈયારી કરી રહ્યું છે. HR, વકીલો, નાણાકીય નિષ્ણાતો સહિતના ટોચના અધિકારીઓને આ માટે એક યોજના તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં કહ્યું હતું કે આ વર્ષે 2023માં કંપનીનો ઉદ્દેશ્ય મહત્તમ ક્ષમતા વધારવાનો છે અને સાથે સાથે મેટાને જરૂરિયાત મુજબ આગળ વધારવાનો છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, મેટા કેટલાક નેતાઓને ડિમોટ પણ કરી શકે છે. જે મેનેજરો સોશિયલ મીડિયા અને AI કંપનીમાં કામ કરી રહ્યા છે, તેમની ટીમ વધારી શકાય છે, જ્યારે બાકીના મેનેજરો જેમના કામમાં ફેરફાર કરવામાં આવ્યો છે તેમને સમય જતાં કંપનીમાંથી બહાર કરી શકાય છે. આ સિવાય કેટલાક પ્રોજેક્ટ અને નોકરીઓ ખતમ થવા જઈ રહી છે. મેટા ટોપ મેનેજમેન્ટમાં પણ સતત મોટા ફેરફારો કરી રહી છે.
તાજેતરમાં જ, ચીફ બિઝનેસ ઓફિસર માર્ની લેવિને જાહેરાત કરી કે તે 13 વર્ષ પછી મેટા છોડી રહી છે. એડ સાથે વેચાણ વિભાગની દેખરેખ રાખવા માટે હવે વાઇસ પ્રેસિડેન્ટની ભૂમિકાનો વિસ્તાર કરવામાં આવ્યો છે. ગયા વર્ષે મેટાએ 11,000 કર્મચારીઓની છટણી કરી હતી. જે ટેક ઉદ્યોગમાં સૌથી મોટી છટણી હતી. છેલ્લા 18 વર્ષમાં કંપનીમાં આ સૌથી મોટી છટણી હતી અને 13 ટકા કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા. મેટામાં છટણી કર્યા પછી, નવેમ્બર 2022 ના રોજ, માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે માર્ચ 2023 સુધી કોઈ નવી ભરતી થશે નહીં. પરંતુ હવે માર્ચ પછી બીજી છટણીની તૈયારીઓ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
